Wednesday, December 8, 2021
Homeકુલદીપ યાદવે વન-ડેમાં બનાવ્યો આ ‘સ્પેશ્યલ રેકોર્ડ’
Array

કુલદીપ યાદવે વન-ડેમાં બનાવ્યો આ ‘સ્પેશ્યલ રેકોર્ડ’

કુલદીપ યાદવે આ વર્ષે 2019માં વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે આ વર્ષે 9 મેચમાં 18 વિકેટ ઝડપી છે. હાલ તેના કરતા ફક્ત ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ (20 વિકેટ) જ આગળ છે.

ઓવરઓલ વાત કરવામાં આવે તો 42 વન-ડે પછી સૌથી વધારે વિકેટ રાશિદ ખાનના નામે છે. તેણે 96 વિકેટ ઝડપી છે. હવે બીજા નંબરે કુલદીપ યાદવ આવી ગયો છે. તેણે 42 વન-ડેમાં 85 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે 42 મેચમાં 85 વિકેટ ઝડપી છે. ત્રીજા નંબરે 80 વિકેટ સાથે શેન બોન્ડ છે.

ઓસ્ટ્રેલિયા સામે રાંચી વન-ડેમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે એરોન ફિન્ચ, શોન માર્શ અને પીટર હેન્ડ્સકોમ્બને આઉટ કર્યા હતા

કુલદીપ યાદવે 16મી વખત 3 કે 3થી વધારે વિકેટ ઝડપી છે.

વન-ડેમાં કુલદીપે 2017માં ડેબ્યૂ કર્યું હતું. 2017માં તેણે 22 વિકેટ ઝડપી હતી. આ પછી 2018માં 45 વિકેટ ઝડપી હતી. હવે 2019માં કુલદીપ અત્યાર સુધી 19 વિકેટ ઝડપી ચૂક્યો છે.

કુલદીપે 23 જૂન 2017માં વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેના ડેબ્યૂ પછી કોઈપણ બોલર કુલદીપની બરાબરી કરી શક્યો નથી.

કુલદીપને વન-ડે ઇકોનોમી રેટ શાનદાર છે. તે દરેક ઓવરમાં પાંચથી ઓછા રન આપે છે. આ સિવાય દરેક 26માં બોલે વિકેટ ઝડપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments