કુલભૂષણ જાધવ કેસમાં ICJમાં સુનાવણી, જજે પાકિસ્તાની વકીલને ટોકીને કહ્યું- ધીમે બોલો

0
54

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય કોર્ટ આઈસીજેમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસની આજે મંગળવારે બીજા દિવસે પણ સુનાવણી શરૂ થઈ ગઈ છે. આજે પાકિસ્તાન તરફથી સીનિયર વકીલ ખાવર કુરૈશી તેમની દલીલો રજૂ કરી રહ્યા છે. આ કેસમાં જ્યારે પાકિસ્તાની વકીલે તેમની દલીલો કહી રહ્યા હતા અને કુલભૂષણ જાધવના કથિત નકલી પાસપોર્ટની વાત કરીને પોતાનો પક્ષ મુકી રહ્યા હતા ત્યારે તેઓ ખૂબ મોટેથી બોલી રહ્યા હતા. આ દરમિયાન આઈસીજેના જજની પેનલના અધ્યક્ષ અબ્દુલ કાવી અહમદ યુસૂફે તેમના ટોકતા કહ્યું હતું કે, કૃપા કરીને ધીમે બોલો. ત્યારપછી કુરૈશી તેમની વાત માનીને પોતાની વાત ધીમે ધીમે કહી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ કેસમાં ભારતનું આચરણ અપ્રાસંગિક છે.

આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઈસીજે)માં સોમવારે કુલભૂષણ જાધવ સાથે સંબંધિત કેસમાં ભારતીય પક્ષ દ્વારા તેમની દલીલ રજૂ કર્યા પછી કોર્ટ દ્વારા સુનાવણી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ભારતને 20 ફેબ્રુઆરીએ ફરી તેમની દલીલ રજૂ કરવાનો મોકો મળશે. જ્યારે 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન તેમની અંતિમ દલીલ રજૂ કરશે.

આ પહેલાં સોમવારે પાકિસ્તાને કહ્યું હતું કે, તેમણે આંતરરાષ્ટ્રીય ન્યાય કોર્ટ (આઈસીજે)માં કુલભૂષણ જાધવને લઈને જે મુખ્ય સવાલ પૂછ્યા હતા તેનો ભારત દ્વારા જવાબ આપવામાં આવ્યો નહતો. નોંધનીય છે કે, પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા જાધવને મોતની સજા સંભળાવવામાં આવી છે.

ભારત તરફથી સાલ્વેએ આ પ્રમાણે કરી દલીલો હતી

  • સાલ્વેએ કહ્યું, પાકિસ્તાને રાહ જોયા વગર જાઘવને કાઉન્સિલરની મદદ આપવી જોઈએ. કાઉન્સિલર વગર જાધવને કસ્ટડીમાં રાખવો ગેરકાયદેસર છે. તેમાં કોઈ શંકા નથી કે, પાકિસ્તાન જાધવ કેસનો ઉપયોગ પ્રોરાગેન્ડા તરીકે કરી રહ્યાં છે.
  • સાલ્વેએ કહ્યું- 30 માર્ચ 2016માં ભારતે પાકિસ્તાનને યાદ અપાવ્યું હતું કે, જાધવને કોન્સ્યુલરની મદદ મળવી જોઈએ. તે વિશે પણ અમને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અલગ અલગ તારીખોમાં પાકિસ્તાનને 13 રિમાઈન્ડર મોકલવામાં આવ્યા છે.
  • સાલ્વે- જાધવના પરિવારે પાકિસ્તાનને તેને મળવાનો પ્રસ્તાવ મૂક્યો. આ મુલાકાત 25 ડિસેમ્બર 2017ના રોજ થઈ. ભારત આ મુલાકાતના વલણથી અને જાધવના પરિવાર સાથે કરવામાં આવેલા વર્તનથી નારાજ છે. આ ઉપરાંત પાકિસ્તાને વિસ્તારપૂર્વક કહેવું જોઈએ કે, કોન્સ્યુલર એક્સેસ આપવામાં 3 મહિનાનો સમય કેમ લાગ્યો.
  • સાલ્વેએ આઈસીજેના ન્યાયધીશોને કહ્યું કે, પાકિસ્તાન દુષ્પ્રચાર માટે આઈસીજેનો ઉપયોગ કરી રહ્યા છે.
  • સાલ્વેએ આઈસીજેને કહ્યું, પાકિસ્તાને જાધવ મામલે વિશ્વસનીય સાક્ષી રજૂ નથી કર્યા અને સ્પષ્ટ ગુનો દર્શાવવામાં નિષ્ફળ રહ્યાં છે.
  • સાલ્વેએ કહ્યું- હું આ કોર્ટને કહેવા માંગુ છું કે તેઓ તે વાત ધ્યાનમાં રાખતા જાધવને રાહત આપે કે તેમની ટ્રાયલ મિલ્ટ્રી કોર્ટમાં થઈ હતી. જો આ રીતે તમામ મામલામાં કોન્સ્યુલર આપવામાં આવે તો તેની માગ કરવી અધિકારોનો દુરુપયોગ નથી.
  • તેઓએ કહ્યું- પાકિસ્તાનની હરકત અમને એવો વિશ્વાસ નથી અપાવતી કે જાધવને ત્યાં ન્યાય મળશે. પાકિસ્તાને એક એવાં ભારતીય નાગરિકને જેલમાં રાખ્યા છે જેને તેઓ આતંકવાદી ગણાવે છે. તેઓ તેને ભારતીય એજન્ટ ગણાવે છે, જે બલૂચિસ્તાનમાં અસ્થિરતા ફેલાવે છે. પાકિસ્તાને જાધવનો ઉપયોગ ભારત વિરૂદ્ધ એક ધારણાં બનાવવા માટે જ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here