Saturday, October 23, 2021
Homeકેજરીવાલને વધુ એક ઝટકો, AAP ધારાસભ્ય બલદેવસિંહે પાર્ટી સાથે છેડો ફાડ્યો
Array

કેજરીવાલને વધુ એક ઝટકો, AAP ધારાસભ્ય બલદેવસિંહે પાર્ટી સાથે છેડો ફાડ્યો

નવી દિલ્હીઃ પંજાબનાં જૈતો શહેરથી આમઆદમી પાર્ટીનાં ધારાસભ્ય બલદેવસિંહે પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બલદેવ સિંહે આમઆદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલને રાજનામું સોંપ્યુ છે. વરિષ્ઠ વકીલ HS ફુલકા પછી બલદેવ સિંહનું રાજીનામાથી AAPને લોકસભા ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે.

અન્નાના આંદોલનથી પ્રભાવિત થઈ પાર્ટીમાં જોડાયો હતો- બલદેવ સિંહ
  • દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાજીનામું સોંપ્યા બાદ બલદેવ સિંહે કહ્યું કે, “આમઆદમી પાર્ટીએ પોતાના મૌલિક વિચારો અને સિદ્ધાંતોને છોડી દીધા છે.  જેથી હું હવે પાર્ટીના સભ્ય પદ પરથી રાજીનામુ આપી રહ્યો છું. મને પાર્ટી છોડવાનું દુઃખ છે. હું અન્ના હજારેનાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી ઘણો પ્રભાવિત થયો હતો અને  આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.”
  • બલદેવસિંહે કહ્યું કે, “મેં  મારા દેશ અને ખાસ કરીને પંજાબ રાજ્યની સામાજિક-આર્થિક પરિસ્થિતીમાં સુધારો લાવવા માટે શિક્ષકની નોકરી પણ છોડી દીધી હતી. આ નોકરી છોડ્યાને 4 વર્ષ વિતી ગયા છે. મારા આ પગલાંથી મારો પરિવાર તો હેરાન થઈ રહ્યો છે સાથે જ મારુ ભવિષ્ય પણ અનિશ્વિત થઈ રહ્યું છે.”
  • મારા જેવા ઘણાં પંજાબીઓએ સપનું જોયુ હતુ કે આમઆદમી પાર્ટી આવશે તો પંજાબની પરિસ્થિતીમાં સુધારો આવશે. જેનાં માટે મે એડીચોટીનું જોર લગાવી વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં પંજાબથી આમ આદમીનાં 4 સાંસદોને જીતાડી સંસદ મોકલ્યા હતા.
  • પંજાબનાં વરિષ્ઠ નેતા એચએસ ફુલ્કાએ રાજીનામુ આપ્યા બાદ કહ્યું કે, તેમણે 1984નાં હુલ્લડોના પીડિતોને ન્યાય અપાવવા માટે આમઆદમી પાર્ટીને છોડી છે. હવે તેમનું લક્ષ્ય મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથને જેલ ભેગા કરવાનું છે. તેઓ ટૂંક સમયમાં અન્ના હજારેની જેમ પંજાબમાં સામજિક આંદોલન શરૂ કરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments