કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોકઃ મેટ્રો-બસમાં મુસાફરીને લઇને મહિલાઓને મોટી ‘ગીફ્ટ’

0
12

વીજળી અડધી અને પાણી માફ યોજનાને સફળતાપૂર્વક સંચાલિત કર્યા બાદ હવે દિલ્હી સરકાર મહિલાઓને મેટ્રો અને સરકારી બસમાં ફ્રીમાં યાત્રા કરાવવા જઇ રહી છે. આવનારા સમયમાં દિલ્હીમાં બસ અને મેટ્રોમાં મુસાફરી કરવા માટે મહિલાઓએ ટિકિટ નહીં લેવી પડે.

કોઇ ટેકનિક-અડચણ નહીં આવે તો છ મહિનામાં આ યોજના લાગુ કરાશે. દિલ્હી સરકારે આ માટે મેટ્રો રેલ કોર્પોરેશનને ખૂબ જ જલદી પ્રસ્તાવ લાવવાનું કહ્યું છે. આમ આદમી પાર્ટી સરકારે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને પૂછ્યું કે તે આ યોજનાને કેવી રીતે લાગુ કરશે. મફત પાસની વ્યવસ્થા હશે કે કોઇ અન્ય વિકલ્પ પસંદ કરવો પડશે.

આશા છે કે આ યોજના લાગુ કરવા માટે સરકાર પર પ્રતિવર્ષ લગભગ રૂ.૧ર૦૦ કરોડનો બોજ પડશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી-ર૦ર૦ને જોતાં કેજરીવાલનો આ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. દિલ્હી સરકારની ઇચ્છા આ યોજનાને બસ અને મેટ્રોમાં એકસાથે લાગુ કરવાની છે. ડીટીસી અને કલસ્ટર સ્કીમની બસમાં તેને લાગુ કરવામાં સરકાર સામે કોઇ પરેશાની નહીં હોય.

મેટ્રોમાં સુરક્ષાના કારણે તેને લાગુ કરવાનું થોડું મુશ્કેલ કામ છે. કૈલાસ ગેહલોતે મેટ્રોના અધિકારીઓને કહ્યું કે આ યોજના કોઇ પણ કિંમતે લાગુ કરવાની છે. મેટ્રોમાં મહિલાઓની મફત યાત્રા પર આવનાર ખર્ચને દિલ્હી સરકાર ઉઠાવશે. આ માટે તે ડીએમઆરસીને ચુકવણી કરશે. બસ અને મેટ્રોના કુલ યાત્રીઓમાં ૩૩ ટકા મહિલાઓ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here