Thursday, September 23, 2021
Homeકેજરીવાલે કહ્યું- કોંગ્રેસે દિલ્હીમાં AAP સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કર્યો
Array

કેજરીવાલે કહ્યું- કોંગ્રેસે દિલ્હીમાં AAP સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કર્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસે જ દિલ્હીમાં જ તેમની પાર્ટી સાથે ગઠબંધન કરવા માટે ઈન્કાર કરી દીધો છે. બન્ને પક્ષો વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત ચાલી રહી નથી. આ દરમિયાન માહિતી મળી હતી કે, AAPએ કોંગ્રેસ સાથે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રો પ્રમાણે AAPએ કોંગ્રેસ પંજાબમાં ત્રણ હરિયાણામાં 2 અને દિલ્હીમાં પાંચ બેઠકોમાં લડવાનો પ્રસ્તાવ કર્યો હતો. આ દરમિયાન AAP સાંસદ સંજય સિંહે NCP પ્રમુખ શરદ પવાર સાથે પણ વાતચીત કરી હતી.

મહારાષ્ટ્રમાં પણ સપા-બસપા એકસાથે
સપા અને બસપા મહારાષ્ટ્રની 48 બેઠકો પર મળીને ચૂંટણી લડશે. બસપા નેતા અશોક સિદ્ધાર્થ અને સપાના મહારાષ્ટ્ર પ્રમુખ અબુ આઝમીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરી હતી. કોણે કઈ બેઠક મળશે તે માટે 6 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આઝમી કહ્યું કે, તે આવનારી લોકસભા ચૂંટણી નહી લડે. મુસ્લીમ ઉમેદવારોને હિન્દુઓના વોટ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત બસપા સાંસદ અશોક સિદ્ધાર્થે કહ્યું કે, કોંગ્રેસના મુસ્લીમો, દલિતો અને પછાત વર્ગ માટે બનાવવામાં આવેલી નીતિઓ ફક્ત કાગળ પર જ રહી ગઈ છે. જેના પર કોઈપણ પ્રકારે કામ કરવામાં આવ્યુ નથી.
તેલંગાણાઃ ભાજપમાં જોડાયા પૂર્વ મંત્રી
તેલંગાણા કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી ડીકે અરુણા ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે કહ્યું કે, ચંદ્રશેખર રાવના સત્તામાં આવવાના ઘણાં કારણો છે. આજે આશા જ ન રાખી શકાય કે કોંગ્રેસ તેલંગાણાની સત્તામાં આવશે. હું ભાજપમાં લોકોની માગોને પુરી કરવા માટે જોડાઈ છું. લોકો પણ ઈચ્છે છે કે ભાજપ ફરી સત્તામાં આવે.
TDP સાંસદે પક્ષ છોડ્યો
લોકસભા ચૂંટણી પહેલા TDPના સાંસદ નાગેશ્વર રાવે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. નાગેશ્વર રાવ ખમ્મમથી સાંસદ છે. TDP પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને લખેલા પત્રમાં નાગેશ્વરે કહ્યું કે, પાર્ટી તેલંગાણાના અસ્તિત્વ પર જે સવાલો ઉઠાવે છે તે એકદમ ખોટું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments