Friday, March 29, 2024
Homeકેટરીના કૈફે ‘ભારત’ના સેટ પર ફટકાર્યા ચોગ્ગા-છગ્ગા, અનુષ્કાને કહ્યું, વિરાટને કહેજો કે…
Array

કેટરીના કૈફે ‘ભારત’ના સેટ પર ફટકાર્યા ચોગ્ગા-છગ્ગા, અનુષ્કાને કહ્યું, વિરાટને કહેજો કે…

- Advertisement -

થોડા દિવસ પહેલા ‘ભારત’ના સેટ પરથી સલમાન ખાનનો એક જબરજસ્ત વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ ક્રિકેટ રમી રહ્યા હોય તેવુ દેખાતુ હતું. સલમાન ખાને ખૂબ ચોગ્ગા-છગ્ગા લગાવ્યા અને પોતાના પ્રશંસસકોને બતાવી દીધુ કે તેઓ ક્રિકેટમાં પણ કેવા માહેર છે. હવે કેટરીના કૈફનો પણ આવો એક વીડિયો સામે આવ્યો છે.

કેટરીનાએ જાતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. વીડિયોમાં કેટરીના પણ સલમાન ખાનની જેમ ક્રિકેટ રમી રહી છે. કેટરીનાનો આ વીડિયો જોઇને તમે તેની એક્ટિંગથી વધારે ક્રિકેટના ચાહક બની જશો. કેટરીના પણ ધડાધડ ચોગ્ગા-છગ્ગા ફટકારી રહી છે.

https://www.instagram.com/p/Bs7S2Jwg2Zf/?utm_source=ig_embed

ફ્લડ લાઇટની રોશનીમાં ક્રિકેટ રમતી કેટરીનાએ બ્લેક ટ્રાઉઝર અને ટી-શર્ટ પહેર્યુ છે. થોડી ક્ષણોમાં જ આ વીડિયોને 12 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોને શેર કરીને કેટરીનાએ એક સારું કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં તેમણે અનુષ્કા શર્માને પણ ટેગ કરી છે

કેટરીના લખે છે, ‘પેકઅપ બાદ ભારતનો સેટ, કારણકે વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે. અનુષ્કા શર્મા, તમે ટીમના કેપ્ટન સાથે મારી ભલામણ કરો. મારી સ્વિંગમાં થોડો ફેરફાર થઇ શકે છે, પરંતુ હું ખરાબ ઓલરાઉન્ડર પણ નથી. સાથે જ કેટરીનાએ કેપ્શનમાં ‘પોતાનો ટાઇમ આવશે’ હેશટેગ લખ્યું.

https://www.instagram.com/p/BslJRWVg-NX/?utm_source=ig_embed

કેટરીનાના આ વીડિયો પર ચાહકોએ સારી કોમેન્ટ પણ કરી. એક યૂઝર્સે લખ્યું, ‘ભાઈએ શિખવાડ્યુ ભાભીને. એક બીજા યૂઝર્સે કહ્યું, ઑલરાઉન્ડર, હાર્દિક પંડ્યાનો સારો રિપ્લેસમેન્ટ મળી ગયો.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular