Sunday, November 28, 2021
Homeકેદારે ટેલરને આઉટ કરી ભારતને જીતની નજીક લાવી દીધું, કિવિઝ 17.1 ઓવર...
Array

કેદારે ટેલરને આઉટ કરી ભારતને જીતની નજીક લાવી દીધું, કિવિઝ 17.1 ઓવર 100/4

સ્પોર્ટ્સ ડેસ્ક: 325 રનનો પીછો કરતા કિવિઝે 17.1 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 100 રન કર્યા છે. ટોમ લેથમ 10 રને અને હેનરી નિકોલસ 0 રને રમી રહ્યા છે. ટેલર જાધવની બોલિંગમાં ફ્લાઇટમાં ડીસીવ થતા સ્ટમ્પ થયો હતો. ધોનીએ શાનદાર રીતે વિકેટ પાછળ પોતાની ઝડપનો પરચો આપ્યો હતો. ટેલરે 25 બોલમાં 22 રન કર્યા હતા. યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં રિવર્સ સ્વિપ શોટ મારવા જતા મુનરો એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. તેણે 41 બોલમાં 31 રન કર્યા હતા. શમીની 8મી ઓવરના પ્રથમ ચાર બોલમાં: બે છગ્ગા, એક ચોક્કો અને એક 2 રન લીધા બાદ પાંચમા બોલે કિવિઝ કપ્તાન વિલિયમ્સન રૂમ લઈને કટ કરવા જતા ઇનસાઇડ એજ થઈને બોલ્ડ થયો હતો. 4 બોલમાં 18 રન આવ્યા પછી વિલિયમ્સને આવો શોટ રમવાની કોઈ જરૂર ન હતી. તેણે 11 બોલમાં 20 રન કર્યા હતા. ગુપ્ટિલ ભુવનેશ્વરની બોલિંગમાં થર્ડમેન પર ચહલને કેચ આપી બેઠો હતો. તેણે 16 બોલમાં 15 રન કર્યા હતા. ભારત માટે ભુવનેશ્વર કુમાર પોતાની 100મી ઇન્ટરનેશનલ વનડે રમી રહ્યો છે.

પ્રથમ વિકેટ:
ગુપ્ટિલ ભુવનેશ્વરની બોલિંગમાં થર્ડમેન પર ચહલને કેચ આપી બેઠો હતો. તેણે 16 બોલમાં 15 રન કર્યા હતા. ચહલે બાઉન્દ્રી ઉપર સરસ કેચ કર્યો હતો.

બીજી વિકેટ:
કેન વિલિયમ્સન જગ્યા ઉપર ઉભા રહીને કટ કરવા જતા ઇનસાઇડ એજ થઈને બોલ્ડ થયો હતો. ઓવરના 4 બોલમાં 18 રન આવ્યા પછી વિલિયમ્સને આવો શોટ રમવાની કોઈ જરૂર ન હતી. તેણે 11 બોલમાં 20 રન કર્યા હતા.

પ્રથમ દાવમાં ભારતે 324 રન કર્યા

ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 324 રન કર્યા છે. ભારત માટે રોહિત શર્માએ 87 રન (38મી ફિફટી) અને શિખર ધવને 66 (27મી ફિફટી) રન કર્યા હતા. રોહિત અને ધવને ઓપનિંગ વિકેટ માટે 154 રનની ભાગીદારી કરી હતી અને એક સમયે ભારત 350 થી વધુ નો સ્કોર કરશે તેમ જણાતું હતું પરંતુ મિડલ ઓવર્સમાં કિવિઝે ભારતની સ્કોરિંગ રેટ ઉપર બ્રેક લગાવી હતી. વિરાટ કોહલી 43 અને અંબાતી રાયુડુ 47 રને આઉટ થયા હતા. તે બંને ફિફટી ચૂકવા ઉપરાંત અંતિમ ઓવર્સ સુધી ના રમતા ભારતને 20-25 રનનું નુકશાન થયું હતું। એમએસ ધોનીએ અણનમ 48 રન કર્યા હતા જયારે કેદાર જાધવે 10 બોલમાં 22 રન કરી મહત્વની ઇંનિંગ્સ રમી હતી. કિવિઝ માટે ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસને બે-બે વિકેટ લીધી હતી. ભારત 41 થી 45 ઓવર દરમિયાન માત્ર 29 રન કરી શક્યું હતું, જે હાર અને જીતનું અંતર સાબિત થઇ શકે છે.

48*, 85*, 47, 79*, 50, 56, 40

2019ના ચાર વનડેમાં ધોનીનું પ્રદર્શન:

48*, 87*, 55*, 51

ભારત- ન્યુઝીલેન્ડ વનડેમાં સૌથી વધુ રન
1750 સચિન તેંડુલકર
1242 વિરાટ કોહલી
1207 નેથન એસ્લે
1157 વિરેન્દ્ર સહેવાગ

ભારત માટે વિદેશમાં સૌથી વધુ વખત 100 રનની ભાગીદારી (વનડેમાં)

18 – ગાંગુલી/તેંડુલકર
10 – ધવન /રોહિત*
9 – કોહલી /રોહિત

ભારત માટે સૌથી વધુ વખત 100 રનની ભાગીદારી (વનડેમાં)
26 તેંડુલકર -ગાંગુલી
15 રોહિત -કોહલી
14 રોહિત -ધવન*
13 તેંડુલકર -સેહવાગ

ન્યુઝીલેન્ડમાં ભારત માટે સૌથી વધુ સદીની ભાગીદારી

2 – એમએસ ધોની /સુરેશ રૈના
2 – શિખર ધવન /રોહિત શર્મા *

100 રનની ભાગીદારી

ધવન અને રોહિતે 14મી વખત 100 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતીય ઓપનર્સે શરૂઆતથી જ એગ્રેસીવ રમત દાખવી હતી. કિવિઝે પહેલી 12 ઓવરમાં જ 5 બોલિંગ ચેન્જીસ કર્યા હતા, જે હાઈ સ્કોરિંગ મુકાબલાના સંકેત આપે છે.

પ્રથમ વિકેટ:

ટ્રેન્ટ બોલ્ટના શોર્ટ અને વાઈડ બોલને કટ કરવા જતા ધવન કીપર લેથમને કેચ આપી બેઠો હતો. લેથમે પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવી શાનદાર કેચ કર્યો હતો. ધવન 67 બોલમાં 66 રન કરી આઉટ થયો હતો. (154-1)

બીજી વિકેટ:

ફર્ગ્યુસન રોહિતને સતત શોર્ટ બોલ નાખતો હતો અને અંતે આ સ્ટ્રેટેજી તેને ફળી છે. રોહિત પાસે શોટ રમવા ઘણો ટાઈમ હતો પરંતુ તેણે ડીપ સ્ક્વેરલેગમાં ફિલ્ડિંગ કરતા ગ્રેન્ડહોમને કેચ આપી બેઠો હતો. તેણે 96 બોલમાં 9 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 87 રન કર્યા હતા. (172-2)

ત્રીજી વિકેટ:
કોહલી ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં પુલ કરવા જતા ફાઈન લેગ પર સોઢીને કેચ આપી બેઠો હતો. તેણે 45 બોલમાં 5 ચોક્કા ફટકારી 43 રન કર્યા હતા.(236-3)

ચોથી વિકેટ:

રાયુડુ ફર્ગ્યુસનની બોલિંગમાં કોટ અને બોલ આઉટ થયો હતો. તેણે 49 બોલમાં 47 રન કર્યા હતા. રનરેટ વધારવાના પ્રયાસમાં તે આઉટ થયો હતો.


હળવદની દીકરીએ ટૉસ ઉછાળ્યો

મૂળ હળવદના વતની અને વર્ષ 2007 થી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા નિલયભાઈ રાવલ ન્યુઝીલેન્ડની સીટીઝનશીપ ધરાવે છે.તેઓ હાલ ન્યુઝીલેન્ડમાં બિઝનેશ કરી રહ્યા છે તેની દિકરી હનાહનો જન્મ 2010માં થયો હતો. અને માત્ર નવ વર્ષની દીકરીએ ANZ બેંકની કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા બની છે અને આ બેંક હાલ ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલી વનડે સીરીઝમાં મુખ્ય સ્પોન્સર છે. આથી હનાહ રાવલને ટોસ ઉછાળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. મૂળ ગુજરાતના મોરબી જિલ્લાના હળવદના વતની એવા રાવલ પરિવારની દીકરી હનાહ રાવલ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનાર બીજી વનડે મેચમાં ટોસ ઉછાળ્યો હતો અને કોહલીએ ટૉસ જીતીને બેટિંગ લીધી હતી.

ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લીધી

ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી, જયારે કિવિઝે મિશેલ સેન્ટનર અને ટિમ સાઉથીની જગ્યાએ ઈશ શોધી અને ડી ગ્રેન્ડહોમને રમાડ્યા છે. ભારત પાંચ મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે.

ટીમ ઇન્ડિયા:
વિરાટ કોહલી (કેપ્ટ્ન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયુડુ, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, કુલદિપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અને વિજય શંકર.

ટીમ ન્યુઝીલેન્ડ:
કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, કોલીન ડી ગ્રેન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, ટોમ લેથમ, કોલીન મુનરો, હેનરી નિકોલસ, અને ઈશ શોધી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments