કેન્દ્રની SCમાં અરજી: અયોધ્યામાં 67 એકર બિન વિવાદિત જમીન મૂળ માલિકને પરત કરવી

0
59

નવી દિલ્હીઃ મોદી સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિવાદાસ્પદ જમીનને રામજન્મભૂમિ ટ્રસ્ટને સોંપવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું છે કે, અયોધ્યામાં વિવાદિત સ્થળે જે હિન્દુઓને જમીન આપવામાં આવી છે, તેને રામભૂમિ ટ્રસ્ટને સોંપવાની અને બિન-વિવાદીત જમીનને ભારત સરકારને સોંપવાની માંગ કરી છે. જસ્ટિસ બોબડેનાં રજા પર ઉતરવાને કારણે આજે થનારી સુનાવણી ટળી છે.

રામ મંદિર મુદ્દે કેન્દ્ર સુપ્રીમના દ્વારે

2.77 એકર ભૂમિનો થોડો હિસ્સો ભારત સરકારને પરત કરવાની માંગ
  • મોદી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અયોધ્યામાં હિન્દુઓને જે હિસ્સો આપવામાં આવ્યો છે તેને રામભૂમિ ટ્રસ્ટને સોંપી દેવામાં આવે. આ ઉપરાંત 2.77 એકર ભૂમિનો થોડો હિસ્સો ભારત સરકારને પરત કરવાની માંગ કરી છે.
  • અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીનનાં આસપાસની આશરે 70 એકર જેટલી જમીન કેન્દ્ર સરકાર પાસે છે. જેમાં 2.77 એકરની જમીન પર અલ્હાબાદ હાઈકોર્ટ નિર્ણય કરી ચુકી છે જેમાથી 0.313 એકરની જમીન પર વિવાદ ચાલી રહ્યો છે. સરકાર પ્રમાણે, આ જમીનને છોડી બાકીની જમીન ભારત સરકારને સોંપવામાં આવે.
5 જજોની બેંચ સુનાવણી કરશે

29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટેની રામ મંદિર કેસની સુનાવણી ટળી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી 5 જજોની બેંચ કરી રહી છે. જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નજીર, જસ્ટિસ એસ.એ બોબડે અને જસ્ટિસ ડી.વાઈ ચંદ્રચૂડ સામેલ છે.

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનો મામલો જોર પકડી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ સહિત તેમના અન્ય સંગઠનો દ્વારા સતત મોદી સરકાર પર મંદિર નિર્માણ માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે.

શું હતો અલ્હાબાહ હાઈકોર્ટનો નિર્ણય ?

હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેંચે 30 સપ્ટેમ્બર, 2010નાં રોજ 2:1ની બહુમતી વાળા નિર્ણયમાં કહ્યું  હતુ કે, 2.77 એકર જમીનને ત્રણ પક્ષો-સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લામાં સરખા ભાગે વહેંચી દેવામાં આવે. આ નિર્ણયને એક પણ પક્ષે સ્વીકાર્યો નહિ, જેથી આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. કોર્ટે 9 મે, 2011નાં રોજ અલ્હાબાદ હાઈકોર્ટનાં નિર્ણય પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા 8 વર્ષોથી ચાલી રહ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here