Sunday, November 28, 2021
Homeકેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે કરંજ ટેક્સટાઈલ પાર્કનું ઉદ્ઘાટન
Array

કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે કરંજ ટેક્સટાઈલ પાર્કનું ઉદ્ઘાટન

સુરતઃ 6 માસ બાદ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી કરંજ અને પલસાણા સ્થિત અનુક્રમે ટેક્સટાઇલ પાર્કના ઉદ્દઘાટન તથા રીસાયકલીંગ અને ઝેડએમડી પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. સાથે વેપારીઓ સાથે સ્મૃતિ ઈરાની આમંત્રિત ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી હતી.

એરપોર્ટ પર મૌન સેવ્યું
દર વખતે મીડિયા સાથે ખુલીને વાત કરવા માટે જાણીતા સ્મૃતિ ઈરાનીને એરપોર્ટ પર મીડિયા કર્મીઓએ ઘેરી લીધા હતાં. પરંતુ એક પણ શબ્દ બોલ્યા વગર તેઓ સીધા કાર્યક્રમ સ્થળે જવા નીકળી ગયાં હતાં.
5 હજાર લોકોને રોજગાર મળશે
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવણ ગામની સીમમાં કરંજ ટેક્સટાઈલ પાર્ક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું .આ ટેક્સટાઈલ પાર્ક 104 કરોડના ખર્ચ નિર્માણ પામ્યું છે. અને 47 એકરમાં ફેલાયેલા આ પાર્કમાં 5 હજાર લોકોને રોજગાર મળશે. ટેક્સટાઈલ પાર્કનું ઉદ્ઘાટન કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે કરવામાં આવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments