કેન્સરની અટકળો વચ્ચે ઋષિ કપૂરે પહેલીવાર કર્યો મોટો ખુલાસો, પોતાની બિમારીને લઇને કહી આ વાત

0
32

બોલવુડ એક્ટર ઋષિ કપૂર પાછલાં ઘણાં સમયથી અમેરિકામાં પોતાની બિમારીની સારવાર કરાવી રહ્યાં છે. જો કે અત્યાર સુધી ઋષિએ પોતાની બિમારીને લઇને બજુ સુધી મૌન સેવી રાખ્યું હતું. પરંતુ હવે તેમણે આ અંગે ખુલીને વાત કરી છે. કહેવામાં આવી રહ્યું હતું કે ઋષિ કપૂરને કેન્સર થયું છે. પરંતુ કપૂર પરિવારેઆ ખબરોને ફક્ત અફવા ગણાવીને નકારી કાઢી હતી.

https://www.instagram.com/p/BrLDW0FgVs5/?utm_source=ig_embed

આખરે ઋષિ કપૂરે પોતે જ સામે આવીને પોતાની બિમારીને લઇને ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં એક્ટરે જણાવ્યું કે તે ટૂંક સમયમાં સ્વસ્થ થઇ જશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તે ટૂંક સમયમાં પરત ફરશે. તેમણે જણાવ્યું કે ઇલાજની પ્રક્રિયા લાંબી અને થાક લગાડે તેવી છે. કોઇપણ વ્યક્તિને તેના માટે ધૈર્યની જરૂર પડે છે. તેમણે જણાવ્યું કે આ તેમના માટે મુશ્કેલ હતું.

https://www.instagram.com/p/BprwDzKgUpr/?utm_source=ig_embed

ફિલ્મની વાત કરતાં ઋષિ કપૂરે જણાવ્યું કે હાલ તેમનું ધ્યાન ફક્ત ઇલાજ પર છે. તેથી તેઓ કોઇ ફિલ્મ નથી કરી રહ્યા. તેમણે જણાવ્યું કે ફિલ્મોમાંથી બ્રેક લેવી ભવિષ્યમાં મદદરૂપ સાબિત થશે.

https://www.instagram.com/p/BsEOeh3AV2Q/?utm_source=ig_embed

જણાવી દઇ કે થોડા સમય પહેલાં ન્યૂયર સેલિબ્રેશનની તસવીરો નીતૂ કકપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં ઋિષ કપૂર,નીતૂ કપૂર, રણબીર કપૂર, રિદ્ધીમા કપૂર, આલિયા ભટ્ટ પણ જોવા મળી રહ્યાં હતા. આ તસવીર સાથે નીતૂએ કેપ્શન લખ્યું હતું કે, બેપી 2019, કોઇ સંકલ્પ નહી, આ વર્ષે ફક્ત એક વિશ છે. ઓછું પોલ્યુશન ટ્રાફિક, આશા રાખું છું કે ભવિષ્યમાં કેન્સર ફક્ત એક રાશિ ચિહ્ન બનીને રહી જાય. નીતૂના આ કેપ્શન પરથી અંદાજ લગાવી શકાય કે ઋષિ કપૂરને કેન્સર થયું છે અને તેઓ તેની સારવાર માટે ન્યૂયોર્કમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here