Tuesday, December 7, 2021
Homeકેન્સર પીડિતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, મળશે આટલા ટકાની છૂટ
Array

કેન્સર પીડિતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, મળશે આટલા ટકાની છૂટ

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસોમાં વધારો થતો જોવા મળ્યો છે. કેન્સરની સારવાર અને એમની દવાઓ મોંઘી હોવાને કારણે સામાન્ય લોકોને એનો ઇલાજ કરવામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે. લોકો આ સમસ્યાઓને જોતા સરકારે કેન્સર પીડિતો માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્સરની 42 નોન શેડ્યૂઅલ દવાઓને પ્રાઇસ કંટ્રોલ હેઠળ લાવવામાં આવી છે. સરકારે કેન્સરના દર્દીઓ માટે ટ્રેડ માર્જિન 30 ટકા સીમિત કરી દેવામાં આવી છે. જેનાથી કેન્સરની દવાઓ 85 ટકા સસ્તી થઇ જશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલે એના માટે એક નોટિફિકેશન જારી કર્યું છે. નોટિફિકેશન માં જણાવવામાં આવ્યું છે કે નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટીએ જનહીતમાં ડ્રગ્સ ઓર્ડર 2013ના પેરા 19 હેઠળ કેન્સરની સારવારમાં કામમાં આવનારી 42 નોન શેડ્યૂઅલ દવાઓને સામેલ કરવામાં આવી છે.

NPPAના ડેટા પ્રમાણે સરકારે આ નિર્ણયથી કેન્સરના 105 બ્રાન્ડસનો મેક્સિમમ રિટેલ પ્રાઇસ 85 ટકા સુધી ઘટી જશે. જણાવી દઇએ કે હાલ કેન્સરના સારવારમાં ઉપયોગ થનારી 57 ષેડ્યૂઅલ દવાઓ પ્રાઇસ કંટ્રોલ હેઠળ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલની નોટિફિકેશન પ્રમાણે MRP પર ટ્રેડ માર્જિનને 30 ટકા સુધી સીમિત કરવા માટે કેન્સરની સારવારમાં ઉપયોગ થનારી દવાઓને પસંદ કરવામાં આવી છે. નોટિફેક્શનમાં કહેવામાં આવ્યું છે કે આ યાદીમાં અંતિમ રૂપ આપવા માટે હોસ્પિટલો અને ફાર્મા કંપનીઓ તરફથી ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. દવા કંપનીઓની કિંમતોને ફરીથી કેલક્યુલેટ કરવા અને એની જાણકારી NPPA, રાજ્યોના ડ્રગ કંટ્રોલર, સ્ટોકિસ્ટ્સ અને રિટેલર્સને આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આ યાદીમાં અંતિમ રૂપ આપવા માટે હોસ્પિટલ્લ અને ફાર્મા કંપનીઓ પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments