Sunday, October 17, 2021
Homeકેન્સર સામે ઝઝૂમી રહેલી આયુષ્માનની પત્નીની હાલત થઇ ગઇ આવી
Array

કેન્સર સામે ઝઝૂમી રહેલી આયુષ્માનની પત્નીની હાલત થઇ ગઇ આવી

બધાઇ હો ફિલ્મથી રાતોરાત એ લિસ્ટના કલાકારોમાં ગણાતા થઇ ગયેલા અભિનેતા આયુષમાન ખુરાનાની પત્ની તાહિરોએ મૂંડન કરાવેલો પોતાનો ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

https://www.instagram.com/p/BoCJITTBaOA/?utm_source=ig_embed

અત્રે એ યાદ રહે કે ગયા વર્ષના નવેંબરમાં આયુષમાનની અંધાધૂંધ અને બધાઇ હો ફિલ્મો રજૂ થવાની તૈયારીમાં હતી ત્યારે તાહિરાને કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું. આમ છતાં આયુષમાને ફિલ્મોના પ્રમોશનમાં ભાગ લીધો હતો અને એની બહાદૂર પત્ની તાહિરાએ પતિને પાનો ચડાવતાં એવું નિવેદન કર્યું હતું કે તમે જરાય ચિંતા નહીં કરતા. આપણે વિજેતા નીવડવાના છીએ. યોગાનુયોગે ત્યારબાદ આયુષમાનની બંને ફિલ્મો હિટ સાબિત થઇ હતી.

https://www.instagram.com/p/BssUk0xAOjz/?utm_source=ig_embed

બીજી બાજુ તાહિરાની સારવાર શરૃ થઇ હતી. કીમોથેરપીના ભારે ડૉઝના કારણે એના વાળ ઊતરવા માંડયા હતા એટલે સોનાલી બેન્દ્રેની જેમ ખુદ તાહિરાએ પોતાના માથાના વાળ ઊતરાવી લીધા હતા અને મૂંડન કરેલા માથા સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. તાહિરાએ લખ્યું, હેલો વિશ્વ, આ સાથે હું નવા રંગરૃપ જોડે તમારી સમક્ષ હાજર છું. હું જૂની જ છું, માત્ર મારા બાહ્ય રંગરૃપ બદલાયાં છે…

https://www.instagram.com/p/Bq248c8BHmg/?utm_source=ig_embed

આયુષમાને એને બિરદાવતાં લખ્યું હતું કે મૂંડનવાળા માથે તું ઊલટી વધુ હૉટ લાગે છે…

https://www.instagram.com/p/Bqt6YX2gKOj/?utm_source=ig_embed

તમને જણાવી દઈએ કે, ‘વિકી ડોનર (Vicky Donor)’ અને ‘દમ લાગ કે હઈશા’ (Dum Laga Ke haisha)’ જેવી ફિલ્મોથી વિશેષ ઓળખ બનાવનાર એક્ટર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની પત્ની તાહિરા કશ્યપે (Tahira Kashyap) 22 સપ્ટેમ્બરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાતે જ બ્રેસ્ટ કેન્સરથી પીડિત હોવાનો ખુલાસો કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments