Tuesday, September 28, 2021
Homeકેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરનો બફાટ: 'કોંગ્રેસના આગેવાનોને સર્જિકલ સ્ટ્રાઇકમાં બોંબ સાથે બાંધીને...
Array

કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરનો બફાટ: ‘કોંગ્રેસના આગેવાનોને સર્જિકલ સ્ટ્રાઇકમાં બોંબ સાથે બાંધીને ફેંકી દો’

પાટણ : પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બુધવારે ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા એમ એન હાઈસ્કૂલ બહાર સભાનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપના કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી, કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, ઇડર ના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ કલાકાર હિતેન કનોડિયા, પ્રદેશ સભ્ય શંકર ચૌધરી,સહીત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સભામાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે કોંગ્રેસ પર બફાટ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનો સર્જિકલ સ્ટ્રાઇક બાબતે સાબિતી માંગે છે તેવા કોંગ્રેસના આગેવાનોને સ્ટ્રાઈક દરમિયાન વિમાનની નીચે બાંધી આતંકવાદીઓના વિસ્તારમાં બૉમ્બ સાથે ફેંકી દેવા જોઈએ. વધુમાં પાકિસ્તાનરૂપી કોંગ્રેસને મતદાન રૂપી હુમલો કરી ક્યાંય ગણતરીમાં ના રહેવા દેવાનું કહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments