Sunday, November 28, 2021
Homeકેમ બહુ લાંબા સમયે દેખાયા? નાં જવાબમાં અમૃતાએ કહ્યું કે સેક્સી સીન...
Array

કેમ બહુ લાંબા સમયે દેખાયા? નાં જવાબમાં અમૃતાએ કહ્યું કે સેક્સી સીન કરવામાં મારી ફાવટ નથી અને…

અભિનેત્રી અમૃતા રાવે એવો દાવો કર્યો હતો કે ઇન્ટિમેટ સીન્સ કરવાની મને ફાવટ નથી એટલે મેં ઘણી ફિલ્મો સ્વેચ્છાએ જતી કરી હતી. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની બાયો-ફિલ્મ ઠાકરેમાં મીનાતાઇ ઠાકરેનો રોલ કરનારી અમૃતાને મિડિયાએ એવો સવાલ પૂછ્યો હતો કે તમે કેમ બહુ લાંબા સમયે દેખાયા?

જવાબમાં અમૃતાએ કહ્યું કે મેં બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૃ કરી હતી અને બહુ લાંબી ઇનિંગ રમી ચૂકી છું. તાજેતરની ફિલ્મોમાં ઇન્ટિમેટ સીન્સની બોલબાલા વધી ગઇ છે અને મને ઇન્ટિમેટ સીન્સ કરવાનું બહુ ફાવતું નથી એટલે મારી સમક્ષ આવેલી કેટલીક ફિલ્મો મેં સ્વેચ્છાએ જતી કરી હતી. એવા કેટલા પ્રોજેક્ટ્સ તો ખરેખર મોટાં બેનર્સના હતા.

ઠાકરેના પોતાના રોલ વિશે બોલતાં અમૃતાએ કહ્યું કે હું આ રોલ માગવા ગઇ નહોતી. મને સામેથી ઑફર આવી હતી કે તમે આ રોલ કરો. બીજું કે ઠાકરે મારી કમબેક ફિલ્મ કહેવાય નહીં કારણ કે ઇન્ટિમેટ સીન્સ નહીં કરવાના મારા નિર્ણયના પગલે હું ટીવી પર મનગમતા રોલ્સ કરતી હતી. એટલે અભિનય ક્ષેત્ર મેં છોડયું નથી. નાના પરદાને બદલે ઠાકરેમાં ફરી એકવાર મોટા પરદા પર રજૂ થઇ રહી છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments