Tuesday, January 18, 2022
Homeકેરળઃ હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીએ પૂરમાં બગડેલા કપડાથી 5 સેમીની ઢીંગલીઓ બનાવી, છ માસમાં...
Array

કેરળઃ હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીએ પૂરમાં બગડેલા કપડાથી 5 સેમીની ઢીંગલીઓ બનાવી, છ માસમાં 70 લાખ ઓર્ડર મળ્યા

એમ. પૂર્ણિમા,કોચ્ચિ: કેરળના કુટ્ટનાદ જિલ્લાના એલેપ્પી બીચ પર હાઉસબોટ તૈયાર ઊભી છે. પૂરે સૌથી વધુ વિનાશ અહીં વેર્યો. એર્નાકુલમની હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીમાં ખરાબ થયેલા કપડા અને દોરાથી બનેવાયેલી 5 સે.મી.ની ઢીંગલીઓએ આ ઈન્ડસ્ટ્રીને ફરીથી ઊભી કરી છે. 25 રૂપિયામાં વેચાતી આ ઢીંગલીના 70 લાખ ઓર્ડર મળી ચૂક્યા છે. તેનાથી 6 મહિનામાં અંદાજે 2.5 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીની વાર્ષિક ટર્નઓવર જેટલી છે. એજ રીતે કિનારા પર હવે ફ્લડ રેઝિસ્ટન્ટ એટલે કે પૂરનો સામનો કરી શકે તેવા ઘર બની રહ્યા છે. અને આ બધુ અહીંની ડેપ્યુટી કલેક્ટર કૃષ્ણઆ તેજાના ‘આઈ એમ ફોર એલેપ્પી’ અભિયાનના કારણે થઈ રહ્યું છે. આ અભિયાને જ વિસ્તારને ફરીથી તૈયાર કર્યો.

ગયા વર્ષે સદીના સૌથી ભીષણ પૂરથી નાશ પામેલા કેરળથી આનંદના સમાચાર

એર્નાકુલમ હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીના છમાંથી 3 વર્કશોપ 10 દિવસ ડૂબેલા રહ્યા. ત્યાં રખાયેલા કપડા અને દોરાનો નાશ થયો હતો. તેને સળગાવવાથી પ્રદૂષણ થશે, એ વિચારીને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ગોપીનાથે એનજીઓ ચલાવતી લક્ષ્મી મેનનની મદદ માગી. લક્ષ્મીએ આ કપડાથી નાની-નાની ઢીંગલીઓ તૈયાર કરી. 25થી 100 રૂ.ની કિંમત રાખી. એક સાડી 1500 રૂ.માં વેચાતી હતી અને એક સાડીથી 350 ઢીંગલીઓ બનાવાઈ. એટલે તેનાથી 9000 રૂપિયા મળ્યા. પૂર પહેલા દરેક યુનિટનું સરેરાશ ટર્નઓવર 34-34 લાખ રૂપિયા હતું. આ ઢીંગલીઓ છ મહિનામાં જ એક યુનિટે સરેરાશ 39 લાખની કમાણી કરી.

દેવુની ઢીંગલીથી રમકડાથી ખુશીઓ વહેંચવાની શરૂઆત થઈ

નેવીના નિવૃત્ત અધિકારી કેપ્ટન રમેશ બાબૂ એલેપ્પી આવ્યા હતા. એક દિવસ તેમણે 3 વર્ષની બાળકી દેવૂને કચરામાંથી અડધી તૂટેલી ઢીંગલી કાઢી તેની સાથે રમતા જોઈ. પૂછ્યું તો ખબર પડી કે તેની પાસે પૂર પછી બસ આ તૂટેલી ઢીંગલી જ બચી હતી. આ જોઈ તેમણે વોટ્સએપ ગ્રૂપ મારફત રમકડા એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું. સમગ્ર દેશમાંથી ટ્રકો ભરીને રમકડા આવવા લાગ્યા. અને તેઓ તેને પૂર પીડિત બાળકોમાં વહેંચવા લાગ્યા. તેમણે દેવૂને સૌથી મોટું રમકડું મોકલ્યું. અંતે તેની શરૂઆત દેવૂની વાતથી જ થઈ હતી.

ચેન્ગન્નૂર પ્રવાસીઓએ 5-25 લાખ સુધી દાન આપી વસાવ્યું

એલેપ્પીથી 43 કિ.મી. દૂર ચેન્ગન્નૂર ટાઉન છે. પૂરથી અહીં 14 મોત થયા. 15 ઓગસ્ટે જ્યારે લોકો ઊંઘીને ઊઠ્યા તો મોટાભાગના રસ્તા પાણીમાં ડૂબેલા હતા. 4 લાખની વસતીવાળું ચેન્ગન્નૂર નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સનું ગામ છે. આ એનઆરઆઈ લોકોએ ઓનલાઈન અભિયાનથી દુનિયામાંથી મદદ માગી. એક-એક એનઆરઆઈએ 5થી 25 લાખ વચ્ચે દાન આપ્યું. હવે શહેરના મોટાભાગના ઘર બની ગયા છે, અનેક બની રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular