કેરળ : નિપાહ વાયરસની એન્ટ્રી, મંત્રીએ એક દર્દીની પુષ્ટિ કરી; 86 દેખરેખ હેઠળ

0
58

તિરુવનંતપુરમઃ કેરળમાં ફરી એકવાર નિપાહ વાઈરસ પ્રવેશ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ એક દર્દીમાં આ વાઈરસ મળવાની વાત કરી છે. એર્નાકુલમના 23 વર્ષીય એક વ્યક્તિનો પુણે વાયરોલોજી ઈન્સ્ટીટ્યૂટનો ટેસ્ટ રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે.

રાજ્યના 86 સંદિગ્ધ દર્દીઓની ડોક્ટરોની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. જો કે આ દર્દીઓમાં હાલ નિપાહ વાઈરસની પુષ્ટિ થઈ શકી નથી. એર્નાકુલમ મેડિકલ કોલેજમાં બિમારીની સારવાર માટે અલગથી સ્પેશયલ વોર્ડ બનાવાયો છે. 2018માં કેરળમાં નિપાહ વાઈરસથી અંદાજે 16 લોકોના મોત થયા હતા. 750થી વધારે દર્દીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

અમારી પાસે જરૂરિયાતમંદ તમામ દવાઓનો સ્ટોકઃ સ્વાસ્થ્ય મંત્રીએ સોશયલ મીડિયાના આધારે લોકોને કહ્યું કે, ગભરાવવાની કોઈ જરૂર નથી. સ્વાસ્થ્ય વિભાગ દરેક પ્રકારની પરિસ્થિતીઓને સંભાળવા માટે તૈયાર છે. અમારી પાસે જરૂરિયાતમંદ તમામ દવાઓ પણ છે. આ બિમારી સામે લડવા માટે એર્નાકુલમ મેડિકલ કોલેજમાં અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે. સ્વાસ્થ્યમંત્રી પી વિજયને કહ્યું કે, પરિસ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે અને તે માટેના તમામ ઉપાયો શોધાઈ રહ્યા છે.

આ પ્રકારે ફેલાય છે વાઈરસઃ નિષ્ણાતો પ્રમાણે, આ વાઈરસ ચામાચીડિયાથી ફેલાઈ છે. જેને ફ્રુટ બૈટ કહેવાય છે. ચામાચીડીયું કોઈ ફળ કે શાકભાજીને ખાઈ લે અને તે જ ફળ કે શાકભાજી માણસ કે પશુ ખાય તો સંક્રમિત થઈ જાય છે. નિપાહ વાઈરસ માણસો ઉપરાંત પશુઓમાં પણ ફેલાય છે. આ વાઈરસના પ્રાથમિક લક્ષણોમાં માથાનો દુખાવો અને તાવ છે.

21 વર્ષ પહેલા આ વાઈરસ અંગેની માહિતી મળી હતીઃ WHO પ્રમાણે, 1998માં મલેશિયામાં પહેલી વખત નિપાહ વાઈરસ અંગે જાણકારી મળી હતી. અહીં સંગઈ નિપાહ ગામના લોકો સૌપ્રથમ વખત આ વાઈરસના સંકજામાં આવ્યા હતા. આ ગામના નામ પર જ આ વાઈરસનું નામ નિપાહ પડ્યું છે. તે દરમિયાન સુઅરને પાળનાર ખેડુતો આ વાઈરસથી અસરગ્રસ્ત થયા હતા. મલેશિયાના રિપોર્ટ પ્રમાણે, પાળતુ પશુઓ જેવા કે કૂતરા, બિલાડી. બકરી , ઘોડાથી પણ વાઈરસ ફેલાવાના મામલાઓ સામે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here