કેરળ : શ્રીલંકાથી બોટમાં 15 IS આતંકી ભારત ઘૂસી રહ્યાં છે, દરિયા કિનારાના વિસ્તારોમાં હાઈએલર્ટ

0
25

તિરુવનંતપુરમઃ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ શ્રીલંકા અને ભારત વચ્ચેના દરિયામાં આઈએસ આતંકીઓ છુપાયા હોવાનું એલર્ટ જાહેર કર્યુ છે. આ માહિતી પ્રમાણે 15 આતંકીઓ બોટમાં સવાર થઈને ભારતમાં ધૂસી શકે છે. તેઓ દરિયાઈ માર્ગે શ્રીલંકાથી લક્ષદ્વીપની તરફ આગળ વધી રહ્યા છે. ત્યારબાદ કેરળ પોલીસે દરિયા કિનારાના વિસ્તારોમાં કોઈ પણ મુશ્કેલી સામે લડવા માટે તૈયાર રહેવાનું હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. હાલ પણ દરેક સંદિગ્ધ બોટ પર નજર રાખવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સર્તકતા વધારવા માટે એલર્ટ જાહેર કરવું સામાન્ય બાબત છે. પરંતુ આ વખતે તો અમને આતંકીઓની સંખ્યા પણ જણાવવામાં આવી છે. તટીય વિસ્તારમાં પણ સંદિગ્ધ બોટ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ વિભાગનાં કહ્યાં પ્રમાણે, તેમના અધિકારી શ્રીલંકા હુમલો અને 23મેના રોજ આતંકીઓ વિશે એલર્ટ મળ્યા બાદથી જ સર્તકતા દાખવી દીધી છે.

શ્રીલંકા વિસ્ફોટ પહેલા આતંકીઓ કેરળમાં રોકાયા હતા

આઈએસ આતંકીઓએ ઈસ્ટર ફેસ્ટિવલ પર શ્રીલંકામાં આઠ સિરીયલ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. જેમાં  250થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારબાદ કેરળમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. એનઆઈએની તપાસમાં બહાર આવ્યું હતું કે વિસ્ફોટની યોજના તૈયાર કરવા માટે આતંકીઓ થોડા દિવસ કેરળમાં રોકાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here