Friday, December 3, 2021
Homeકેલિફોર્નિયામાં વાવાઝોડાં અને વરસાદ બાદ પૂર, 5નાં મોત; લોકોને સ્થળાંતરના આદેશ
Array

કેલિફોર્નિયામાં વાવાઝોડાં અને વરસાદ બાદ પૂર, 5નાં મોત; લોકોને સ્થળાંતરના આદેશ

ઇન્ટરનેશનલ ડેસ્ક: કેલિફોર્નિયામાં રવિવારે ત્રીજું વિન્ટર સ્ટોર્મ (શિયાળુ વાવાઝોડું) ત્રાટક્યું હતું. વાવાઝોડાંના કારણે સ્ટેટના મોટાંભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. શનિવારથી શરૂ થયેલાં વાવાઝોડાંમાં બે વાવાઝોડાંના કારણે ઓથોરિટીએ US 101, લોસ એન્જલસ અને નોર્થ-ઇસ્ટના મોટાંભાગના રૂટને બંધ કરી દીધા હતા. એકસાથે ત્રણ વાવાઝોડાંના કારણે આ તમામ વિસ્તારોમાં પૂર, કાદવના ઢોળાવ અને જમીન ધસી પડવાના બનાવો બન્યા હતા. શનિવારે સાન્ટા બાર્બરાના રહીશોને તાત્કાલિક અન્ય સ્થળે ખસી જવાની સુચના આપવામાં આવી હતી. સાન્ટા બાર્બરા વિસ્તારના જંગલોમાં વુસ્લે આગ લાગી હતી. જેનો કાટમાળ અને કિચડ વરસાદના પાણીમાં વહી રહ્યો છે. ત્રીજું વાવાઝોડું શક્તિશાળી નહીં હોવા છતાં સ્ટેટમાં ભારે વરસાદ થયો હતો. મંગળવાર સુધી કેલિફોર્નિયા સ્ટેટમાં મોટાં શહેરોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

ગત વર્ષે મેલિબૂ જંગલોમાં આગ લાગી હતી

શનિવારે 4 ઇંચ વરસાદ, પૂરની ચેતવણી
  • શનિવારે સાઉથ કેલિફોર્નિયામાં પૂરની ચેતવણી આપવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો હતો. સાન્ટા બાર્બરામાં 128 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે માત્ર 5 મિનિટમાં જ અડધો ઇંચ વરસાદ થયો હતો. અનેક સ્થળોએ વૃક્ષો પડી ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાયો હતો.
    વાવાઝોડાંના અને ભારે પવનના કારણે અકસ્માતમાં સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમના 5 સભ્યોના મોત થયા છે અને અન્ય લોકો ઘાયલ થયા છે.
  • ગત વર્ષે મલિબૂના જંગલોમાં આગ લાગી હતી જેમાં અનેક મકાનો બળીને ખાખ થઇ ગયા હતા. સાન્ટા બાર્બરામાં ભારે વરસાદના કારણે જંગલોની આગ બાદનો કચરો, અધકચરા બળેલા વૃક્ષો, ખડકો વહીને શહેરો તરફ આવી રહ્યા છે.
  • જે સ્થાનિકોના મકાનો જંગલોની આગમાં બચી ગયા હતા તેઓએ મકાનોની બહાર સેન્ડબેગ્સ મુકી દીધી છે, જેથી વરસાદમાં પૂરના પાણીથી તેઓની પ્રોપર્ટીને કોઇ નુકસાન ના થાય.
સ્થાનિકોને સ્થળાંતરના આદેશ
  • કેલિફોર્નિયા કાઉન્ટીમાં થોમસ, વ્હિટિયર અને શેર્પા ફાયરમાંથી હજુ સુધી રહીશો બહાર આવી શક્યા નથી. નેશનલ વેધર સર્વિસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ જીવલેણ સ્થિત છે. ગત વર્ષે થોમસ ફાયરના કારણે વરસાદમાં આગના અવશેષો જ વહીને રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે.
  • જંગલોમાં થોમસ ફાયરના કારણે 21 લોકોનાં મોત થયા હતા અને બે લોકો ગુમ થયા હતા. સાન્ટા બાર્બરના કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટે શનિવારથી જ સ્ટેટમાં ઠેરઠેર રેસ્ક્યૂ ક્રૂ ગોઠવી દીધા છે.
  • વાવાઝોડાંમાં અનેક સ્થળો અકસ્માતોના બનાવ બન્યા હતા. જેમાં રેસ્ક્યૂ ટીમના 5 સભ્યોનાં મોત થયા છે. અમુક અકસ્માતોના બનાવોમાં લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. વેન્ટૂરા કાઉન્ટીની રેસ્ક્યૂ ટીમે પણ મુખ્ય હાઇવે પર બોર્ડર લગાવી દીધા છે. લોસ એન્જલસમાં એક મિનિવાનને અકસ્માત નડતાં એક જ પરિવારના 9 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments