Tuesday, September 28, 2021
Homeકેળાના પાન પર ભોજન કરવું માત્ર જૂની પરંપરા નહીં પરંતુ આ છે...
Array

કેળાના પાન પર ભોજન કરવું માત્ર જૂની પરંપરા નહીં પરંતુ આ છે એના ફાયદા

સાઉથ ઇન્ડિયન તહેવારમાં ભોજન પીરસવા માટે કેળાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાનનો ઉપયોગ માત્ર ખાવાનું પીરસવા મહીં પરંતુ ખાવાનું બનાવવા અને સજાવટ માટે પણ કરવામાં આવે છે. આ પાનનો સૌથી વધારે હાઇજિનિક, પર્યાવરણના અનુકૂળ અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. આ પાન પર એક વખતનું બધું ભોજન રાખી શકો છો.

સ્વાસ્થ્યને આવી રીતે મળશે ફાયદો
જાણકારી માટે અમે તમને જણાવી દઇએ કે ડિશવૉશરમાં વાસણ સાફ કરો અથવા જાતે સાફ કરો, સાબુ અથવા પાઉડરનો ઉપયોગ કરીએ જ છીએ. આ કેમિકલ્સના ટ્રેસેસ તમારી પ્લેટ્સ અને વાસણો પર રહી જાય છે જે તમને નુકસાન પહોંચાડે છે. કેળાના પાન કેમિકલ મુક્ત હોય છે અને તે કોઇ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી. તો બીજી બાજુ કેળાના પાન પર એક પ્રકારની વેક્સ કોટિંગ હોય છે જેમાં એક વિશિષ્ટ સ્વાદ હોય છે. એની પર ગરમ ભોજન પીરસવાથી આ વેક્સ પીગળે છે અને તમારો ખાવાનો સ્વાદ વધારી દે છે.

આ સાથે કેળાના પાનમાં પ્રાકૃતિક એન્ટીઓક્સીડેન્ટ જેવા પૉલીફેનૉલ્સ મળી આવે છે. આ એન્ટી ઓક્સીડેન્ટ્સ ઘણા છોડમાંથી પ્રાપ્ત થનાર ખાદ્ય પદાર્થોમાં મળી આવે છે. જો તમે કેળાના પાન પર ખાવાનું પીરસો છો તો ભોજન આ એન્ટીઓક્સીડેન્ટને અવશોષિત કરી લે છે જે તમારા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. આ પાનને સૌથી વધારે હાઇજિનિક, પર્યાવરણના અનુકૂળ અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments