Friday, December 3, 2021
Homeકેવડિયા : કેન્દ્રીય ગ્રામિણ વિકાસ સચિવ અનંતકુમાર સિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત...
Array

કેવડિયા : કેન્દ્રીય ગ્રામિણ વિકાસ સચિવ અનંતકુમાર સિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

રાજપીપળાઃ કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રાલયના સચિવ અનંતકુમાર સિંઘ, સંયુક્ત સચિવ એસ.એમ. મીના, નાયબ સચિવ પી.સી. પ્રસાદ સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના લેન્ડ રેકર્ડઝ કામગીરી સાથે સંકળાયેલા સનદી અધિકારીઓની ટીમે કેવડીયા કોલોનીની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, નર્મદા ડેમ અને ટેન્ટ સિટી સહિતના આકર્ષણોની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી ખાતેથી માતા નર્મદા અને વિદ્યાચલ-સાતપુડાની ગિરિમાળાઓના દર્શન સાથે પ્રાકૃતિક સૌદર્યનો નજારો પણ માણ્યો હતો.

સરદાર પટેલના સ્મારકના દર્શનથી ગૌરવની લાગણી અનુભવી

કેન્દ્રીય સચિવ અનંતકુમારનાં વડપણ હેઠળની આ ટીમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ભારતનાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલને વંદન કરતા તેમણે અભિપ્રાય નોંધમાં નોંધ્યું હતું કે, રાષ્ટ્ર નાયક લોહપુરૂષ સરદાર પટેલ સાહેબનું ગૌરવમય જીવન અને કાર્યોને શ્રદ્ધાંજલિના રૂપમાં ઉભા કરાયેલા આ સ્મારકનાં દર્શનથી ગૌરવની લાગણી અનુભવી હતી. આ સ્મારક સરદાર સાહેબના જીવનનું અનુકરણ કરવાથી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની રક્ષા કરવામાં લોકોને તેમનું જીવન ન્યોચ્છાવર કરવાની પ્રેરણા લાંબા સમય સુધી આપતું રહેશે. તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કોઇ પરિયોજના કે પરિકલ્પના નિર્માણનાં અનુકરણથી જોડાયેલું રહેશે, તેવી શુભેચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments