Thursday, October 21, 2021
Homeકેશોદના મોવાણામાં શખ્સે યુવતી પર દુષ્કર્મ ગુજારી 4 મહિનાનો ગર્ભ રાખી દીધો
Array

કેશોદના મોવાણામાં શખ્સે યુવતી પર દુષ્કર્મ ગુજારી 4 મહિનાનો ગર્ભ રાખી દીધો

કેશોદ: કેશોદ પંથકનાં મોવાણા ગામનાં શખ્સે એક યુવતી પર દુષ્કર્મ ગુજારી ચાર મહિનાનો ગર્ભ રાખી દેતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આ શખ્સને અટકમાં લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રેમસંબંધ બાધી લગ્નની લાલચ આપી હતી

મોવાણા ગામે રહેતા માર્શલ અમુ વડારીયા નામનાં શખ્સે એક યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબતે કોઇને કહીશ તો જીવતી સળગાવી દઇશ એવી ધમકી આપી હતી. આ દુષ્કર્મ ગુજાર્યા બાદ ભોગ બનનાર યુવતીને ચાર મહિનાનો ગર્ભ રહેતા આ બાબતે માતા-પિતાને વાકેફ કર્યા હતા. બાદમાં આ બનાવ અંગે પોલીસમાં આ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવનો અંગે ગુનો નોંધી આ શખ્સને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments