કેસમાં મોટી કાર્યવાહી : ઉમ્મેદ પર ધાર્મિક ભાવનાને ઉશ્કેરવાનો અને સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાનો આરોપ

0
0

ગાઝિયાબાદમાં 72 વર્ષીય એક મુસ્લિમ વૃદ્ધ અબ્દુલ સમદને બંધક બનાવીને તેમની સાથે મારપીટ કરવા સાથે તેમની દાઢી કાપવાના એક વીડિયોકાંડમાં સપાનેતા ઉમ્મેદ પહેલવાનની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ગાઝિયાબાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમ કેટલાક દિવસથી તેને શોધી રહી હતી. શનિવારે બપોરે તેને દિલ્હીના LNJP હોસ્પિતાલ નજીકથી દબોચી લેવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યારસુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 8 લોકોને જામીન પણ મળી ગયા છે.

ઉમ્મેદ ગાઝિયાબાદનો સ્થાનિક નેતા છે
ઉમ્મેદ પહેલવાન ગાઝિયાબાદનો સ્થાનિક નેતા છે. તેના પર પણ ધાર્મિક ભાવનાને ઉશ્કેરવાનો અને સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાનો આરોપ છે. ઉમ્મેદ પહેલવાન જ સૌથી પહેલા સમદ બાબતે મીડિયામાં સામે આવ્યો હતો. ઉમ્મેદને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગાઝિયાબાદ લાવી રહી છે.

ગાઝિયાબાદના SP (ગ્રામ્ય) ડોકટર ઇરજ રાજાએ ઉમ્મેદ પહેલવાનની ધરપકડ કરાયાની પુષ્ટિ કરી હતી. લોની બોર્ડર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. માહિતી હતી કે ઉમ્મેદ પહેલવાન કોર્ટમાં હાજર થવાની તૈયારીમાં હતો. એ પહેલાં જ તેને દબોચી લેવામાં આવ્યો હતો. હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

સપાનેતા ઉમ્મેદ પહેલવાન (ડાબે) અને પીડિત અબ્દુલ સમદ (જમણે). ઉમ્મેદ પહેલવાન જ સૌપ્રથમ આ કેસમાં મીડિયામાં સામે આવ્યો હતો.
સપાનેતા ઉમ્મેદ પહેલવાન (ડાબે) અને પીડિત અબ્દુલ સમદ (જમણે). ઉમ્મેદ પહેલવાન જ સૌપ્રથમ આ કેસમાં મીડિયામાં સામે આવ્યો હતો.

સપાનેતા પર વાતાવરણને ઉશ્કેરવાના આરોપ
લોની બોરસર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર નરેશ સિંહે ઉમ્મેદ પહેલવાન સામે 16 જૂને IPCની કલમ 295A, 153A, 504, 505 અને 67 IT એક્ટનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ હતો કે મારપીટ કેસમાં પીડિત અબ્દુલ સમદનો વીડિયો બનાવીને ઉમ્મેદ પહેલવાને જ ફેસબુક પર વાઇરલ કર્યો હતો. ઘટના બાબતે તપાસ વિના જ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપીને વાતાવરણ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. ઉમ્મેદ પહેલવાન પર એક કેસ અનુપશહેર કોટવાલીમાં પણ નોંધાયેલો છે.

આ કેસનો મુખ્ય આરોપી પ્રવેશ ગુર્જર બળજબરીપૂર્વકની ખંડણીના એક કેસમાં જેલમાં છે. હવે પોલીસ તેના રિમાન્ડ લેવાની તૈયારી કરી રહી છે. અત્યારસુધીમાં પોલીસના હાથે એ મોબાઈલ લાગ્યો નથી, જેના દ્વારા સમગ્ર પ્રકરણનો વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં અત્યારસુધી 3 FIR કરાઈ છે

પ્રથમ FIR: આ સમદ પર હુમલો થયો એના સંદર્ભે છે, જેમાં પ્રવેશ ગુર્જર મુખ્ય આરોપી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ હુમલો પ્રવેશ ગુર્જરના ઘરમાં બનાવેલા એક રૂમમાં થયો હતો.

બીજી FIR: આ ટ્વિટર કોંગ્રેસ નેતાઓ અને પત્રકારો વિરુદ્ધ છે, જેમાં ટ્વિટર અને પત્રકારો સામે ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો અને સમાજમાં નફરત ફેલાવાનો આરોપ મુકાયો છે. આ કેસ અંતર્ગત કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ ટ્વિટર અને કેન્દ્ર સરકાર આ મુદ્દે સામ-સામે આવી ગયાં છે.

ત્રીજી FIR: આ સપા નેતા ઉમ્મેદ પહેલવાન વિરુદ્ધ દાખલ કરાઈ હતી. તેમની સામે પણ ધાર્મિક ભાવનાઓને ભડકાવવા અને સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાનો આરોપ લગાવાયા છે.

શું છે સમગ્ર મામલો
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સમદ નામના એક વૃદ્ધ સાથે મારપીટ કરવાનો અને અભદ્ર વર્તનનો એક વીડિયો વાઇરલ થયા બાદ FIR દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને ખોટી રીતે કોમી રંગ આપવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાિરલ થતા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુસ્લિમ વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો અને તેમની દાઢીને કાપી નાખવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આ મામલાની સત્યતા જુદી જ છે. પીડિત વૃદ્ધે આરોપીઓને કેટલાક તાવીજ આપ્યાં હતાં, જેને કારણે આરોપીને પરિણામ મળ્યું નહીં, જેથી ગુસ્સે ભરાયેલા આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, પરંતુ ટ્વિટરે આ વીડિયોને મેન્યુપ્યુલેટેડ મીડિયા તરીકે ટેગ ન આપ્યું. પોલીસે એમ પણ કહ્યું હતું કે પીડિતે પોતાની FIRમાં જય શ્રીરામના નારા લગાવવા અને દાઢી કાપવા અંગેની વાત નોંધાવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here