Tuesday, September 21, 2021
Home'કેસરી' વર્ષ 2019ની સૌથી ઝડપી 100 કરોડ કમાનારી ફિલ્મ બની
Array

‘કેસરી’ વર્ષ 2019ની સૌથી ઝડપી 100 કરોડ કમાનારી ફિલ્મ બની

બોલિવૂડ ડેસ્ક: અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ કેસરીએ બોક્સ ઓફિસ પર 100 કરોડનું કલેક્શન કરી લીધું છે. આ ખુશખબર આપતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું છે કે ‘કેસરી’ વર્ષ 2019ની સૌથી ઝડપી 100 કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. સાત દિવસોમાં 100.01 કરોડનો બિઝનેસ કરી લીધો છે. કેસરી ફિલ્મ ગલી બોય અને ટાઇટલ ધમાલને પછાડીને આગળ નીકળી ગઈ છે. ગલી બોયે આઠમા દિવસે અને ટોટલ ધમાલે નવમા દિવસે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી લીધી હતી.

 

આ ફિલ્મ સારાગઢીમાં થયેલા ઐતિહાસિક યુદ્ધની સાચી વાર્તા પર બનાવવામાં આવી છે. તેમાં અક્ષય કુમાર વીર બહાદુર હવલદાર ઈશર સિંહનો રોલ પ્લે કરી રહ્યો છે. ઈશર સિંહ 36 શીખ રેજિમેન્ટની 21 લોકોની એક ટૂકડીના કમાન્ડર હતા. સારાગઢી આજે પાકિસ્તાનના વઝીરીસ્તાનમાં છે. જ્યાં વર્ષ 1897માં આ યુદ્ધ લડાયું હતું. તેમાં 21 બહાદુર શીખ સૈનિકોએ 10 હજાર અફઘાન સૈનિકોને ધૂળ ચટાડી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments