કૉંગ્રેસના 8 પૂર્વ ધારાસભ્યો પૈકીના 5 આજે BJPમાં જોડાશે, જીતુ વાઘાણી પ્રવેશ કરાવે તેવી વકી

0
6
ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમમાં તડામારી તૈયારીઓ, પ્રદેશ ભાજપ અધ્યક્ષની પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરાત થશે. કરજણ અને ધારીના પૂર્વ ધારાસભ્યએ આપ્યા મોટા નિવેદન
ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમમાં તડામારી તૈયારીઓ, પ્રદેશ ભાજપ અધ્યક્ષની પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરાત થશે. કરજણ અને ધારીના પૂર્વ ધારાસભ્યએ આપ્યા મોટા નિવેદન
  • ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમમાં તડામારી તૈયારીઓ, પ્રદેશ ભાજપ અધ્યક્ષની પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરાત થશે. કરજણ અને ધારીના પૂર્વ ધારાસભ્યએ આપ્યા મોટા નિવેદન

ગાંધીનગર : રાજ્યના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસનો હાથ છોડી બગાવત કરનારા 8 ધારાસભ્યો પૈકીના પાંચ પૂર્વ કૉંગ્રેસી ધારાસભ્યો આજે કેસરિયા કરશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.

આજે ભાજપની વડી કચેરી કમલમ ખાતે યોજાનારા પ્રવેશઉત્સવમાં અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કૉંગ્રેસના 8 પૈકીના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે. આ યાદીમાં કૉંગ્રેસના જે પૂર્વ ધારાસભ્યના નામ આવી રહ્યા છે તે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયા, કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના નામ સામે આવી રહ્યા છે.

કાકડિયાનો મોટો દાવો

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું કે હું આજે કમલમમાં જવાનો છું. હું મારા મતવિસ્તારોના તમામ કામ પૂર્ણ કરવા માટે વિશ્વાસ આપું છું. મારી સાથે 8 ધારાસભ્યો જેમણે પદ છોડ્યું છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. હું ભાજપમાં જોડાઈને મારા વિસ્તારના જે કામ અધૂરા છે તે પૂર્ણ કરીશ.

મારા તાલુકા પંચાયત અને મતવિસ્તારના કામો બદલ ફરી જીતીશ : અક્ષય પટેલકરજણના પૂર્વ ધારાસભ્ય પટેલે કેસરિયા કરતા પહેલાં જણાવ્યું હતું કે ‘ મેં તાલુકા પંચાયત અને વિધાનસભા મત વિસ્તારમાં જે કામ કર્યા છે તેના પર મને વિશ્વાસ છે અને હું ફરીથી વિધાનસભામાં કરજણનું પ્રતિનિધિત્વ કરીશ. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી મારા મતદારોને નારાજ નહીં કરે’

આ પૂર્વ ધારાસભ્યોના નામ પર અટકળો

આજે જે પૂર્વ ધારાસભ્યોના નામ નથી આવ્યા તેમાં લીંબડીના સોમા ગાંડા પટેલ, ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂં, ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનું નામ હજુ પ્રવેશોત્સવમાં સામે આવ્યું નથી. ભારતીય જનતા પાર્ટી આ ધારાસભ્યોને પેટાચૂંટણીમાં ટિકિટ આપશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે.

સપ્ટેમ્બરમાં આવી શકે છે પેટા ચૂંટણી

નિયમ મુજબ ખાલી પડેલી વિધાસનભા અને લોકસભાની બેઠકમાં 6 મહિનામાં ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે માર્ચમાં જ કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસનું દામન છોડ્યું હતું જેમાં ગઢડા, ડાંગ, લીંબડી અને અબડાસા અને ધારીના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. આ બેઠકો સાથે બાકીના તમામ બેઠકોમાં સપ્ટેમ્બરમાં પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે. આ તમામ શક્યતાઓને જોતા ભારતીય જનતા પાર્ટીએ કમર કસી નાંખી છે.

8 માંથી પાંચ ધારાસભ્યને જ વિધાનસભામાં ટિકિટ મળશે

કોંગ્રેસ માંથી રાજીનામુ આપનાર 8 ધારાસભ્યો માંથી માત્ર 5 ધારાસભ્યો ને ભાજપ વિધાનસભા ની પેટાચૂંટણીની ટીકીટ આપશે જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ,કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી,ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને મોરબી ધરસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.