Saturday, October 23, 2021
Homeકૉંગ્રેસની આ નવી મહાસચિવને પોલીસે પૂછ્યું કે ‘તું એક રાતના કેટલા લઈશ?’
Array

કૉંગ્રેસની આ નવી મહાસચિવને પોલીસે પૂછ્યું કે ‘તું એક રાતના કેટલા લઈશ?’

અપ્સરા રેડ્ડીની અજયથી અપ્સરા બનવાની કહાણી કંઈ સરળ નથી. છોકરાના શરીરમાં જન્મ્યો એક છોકરો, જે આત્મામાં છોકરી હતી. છોકરીઓ જેમ ચાલે છે, બોલે છે, હસે છે અને પોતાની જાતને છોકરી જ સમજે છે. તેને વાળમાં ફૂલો નાખવા, માતાનાં સેન્ડલ પહેરવાનું અને મોકો મળે તો માતાની લિપસ્ટીક લગાવવી જેવા કામો કરવા એ જ અજયનું રોજનું કામ હતું.

બાળપણમાં તો બધાને આ બાળપણ લાગતું હતું. તેથી બધા તેનાં પર હસતા હતા. મોટા થયા પછી એ બાળપણ ન રહ્યુ. પિતા, કુટુંબ અને સંપૂર્ણ સમાજ અજયના આ સત્યે પ્રત્યે ખૂબ જ ક્રૂર હતા. તેણે દરેક એ ક્રૂરતાનો મોટી હિંમતથી મુકાબલો કર્યો. અજય આજે અપસરા રેડ્ડી છે. કોંગ્રેસે તેમની ભારત મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિમણૂંક કરી છે. તે ન માત્ર કૉંગ્રેસ પાર્ટીમાં કોઈ મોટી પોસ્ટ મેળવનાર પ્રથમ ટ્રાન્સજેડર છે, પણ કોંગ્રેસ દેશની પ્રથમ એવી પાર્ટી છે કે જેણે કોઈ ટ્રાન્સજેન્ડરને પોતાની મહાસચિવ બનાવી છે. આ એક નવી પરિવર્તનની શરૂઆત છે. પરંતુ આ પરિવર્તનનો રસ્તો ખૂબ દુખ ભરેલો રહ્યો છે.

એ ત્યારની વાત છે, કે જ્યારે અપ્સરા દિલ્હીના મોટા અંગ્રેજી સમાચારપત્રમાં એક પત્રકાર તરીકે કામ કરતી હતી. એકવાર તે રાત્રીના સમયે જતી હતી. એક પોલીસે તેને રસ્તામાં ઉભી રાખી. તેમણે ગાડીનો કાચ નીચે કર્યો એટલે પોલીસના લોકોએ જોયું કે કારની અંદર જે સ્ત્રી દેખાય છે તે સ્ત્રી બેઠી છે, તે સંપૂર્ણ રીતે સ્ત્રી પણ નથી. જેવું પોલીસને જણાયુ કે તે ટ્રાન્સજેન્ડર છે, પોલીસે સીધુ પૂછ્યું કે ‘કેટલા લઈશ?’

અપ્સરા હેરાન હતી. ઓડીમાં બેઠેલી મહિલાને સ્કૂટર પર સવાર એક પોલીસ પૂછતો હતો કે તુ એક રાતનાં કેટલા લે છે. તે રાતને યાદ રાખીને અપ્સરા એટલું જ કહે છે કે જે લોકો પર આપણી સલામતીની જવાબદારી છે, અને જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ કે તે જ જોખમ સમયે મદદરૂપ થવાને બદલે પોતે જ આપણા માટે મોટુ જોખમ છે. દિલ્હીમાં જ્યાં મહિલાઓ એટલી અસુરક્ષિત છે, ત્યાં એક પોલીસ વાળો એક સ્ત્રીને પૂછે છે કે તે કેટલા લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments