Monday, September 20, 2021
Homeકોંગ્રસે છેલ્લા 60 વર્ષમાં દલિતો માટે કંઇ જ કર્યુ નથી : ભીમ...
Array

કોંગ્રસે છેલ્લા 60 વર્ષમાં દલિતો માટે કંઇ જ કર્યુ નથી : ભીમ આર્મી

ભીમ આર્મીએ કહ્યું હતું કે કોંગ્રસે છેલ્લા ૬૦ વર્ષમાં દલિતો માટે કંઇ જ કર્યુ નથી અને એટલા માટે જ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપવાનો સવાલ જ ઊભો થતો નથી, એમ ભીમ આર્મીના વડા વિનય રતન સિંહે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ચંદ્રશેખર આઝાદની મેરઠની એક હોસ્પિટલમાં લીધેલી મુલાકાતના બીજા જ દિવસે કહ્યું હતું. પ્રિયંકાની મુલાકાત દલિતોના મત મેળવવાની કવાયત મનાય છે.

કોંગ્રેસે ભીમરાવ આંબેડકર સામે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. કોંગ્રેસે દેશ પર ૬૦ વર્ષ સુધી રાજ કર્યું હતું, પરંતુ અમારા માટે એણે કંઇ જ કર્યું નથી. તેમના શાસનમાં જ દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. કોંગ્રેસે જ આરએસએસ અને ભાજપને જન્મ આપ્યો હતો. એટલા માટે જ કોંગ્રેસને ટેકો આપવાનો સવાલ જ નથી’એમ સિંહે કહ્યું હતું. ‘પ્રિયંકાએ ચંદ્રશેખરને મળવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે ના પાડી હતી. ત્યાર પછી ખાસ વિનંતી કરી થોડી મિનિટો માટે જ તેઓ આવ્યા હતા’એમ તેમણે ઉમેર્યું હતું.

દલિત જુથના સ્થાપક ચંદ્રશેખર આઝાદે પાટનગર દિલ્હીમાં એક રેલીમાં જાહેરાત કરી હતી કે તેઓ વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડશે અને કોંગ્રેસ સહિત જે પક્ષો તેમને ટેકો આપવા ઇચ્છતા હોય તેઓ આવકાર્ય છે. પ્રદેશમાં અન્ય બેઠકો પર તેમના કાર્યકરો સપા-બસપાના ઉમેદવારને જીતાડવામાં મદદ કરશે, એવું કહીને તેમણે સપા-બસપાનો ટેકો માગ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments