Tuesday, December 7, 2021
Homeકોંગ્રેસના અભણ મંત્રી ઈમરતી દેવી CMનો સંદેશો ન વાંચી શક્યા, કલેક્ટર પાસે...
Array

કોંગ્રેસના અભણ મંત્રી ઈમરતી દેવી CMનો સંદેશો ન વાંચી શક્યા, કલેક્ટર પાસે વંચાવ્યો

ગ્વાલિયરઃ મધ્યપ્રદેશનાં પોલીસ ગ્રાઉન્ડમાં ગણતંત્ર દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથી ઈમરતી દેવી રાજ્યનાં મુખ્યમંત્રીનો સંદેશોને પુરો વાંચી શક્યા ન હતા. ઈમરતી દેવી ‘ક્લેક્ટર સાહેબ વાંચો’ કહીને માઈક મુકીને બીજી બાજુ જઈને ઊભા રહી ગયા. ત્યારબાદ કલેક્ટર ભરત યાદવે આ સંદેશો વાંચ્યો હતો.

ગણતંત્ર દિવસે કાર્યક્રમમાં ભાષણ ન વાંચી શક્યા

શનિવારે સવારે ગણતંત્ર દિવસે કંપૂ સ્થિત પોલીસ ગ્રાઉન્ડનાં કાર્યક્રમમાં ઈમરતી દેવી મુખ્યમહેમાન હતા.ઈમરતી દેવીએ મુખ્યમંત્રીનો સંદેશો વાંચવાની શરૂઆત કરી ત્યારે આખો સંદેશો ન વાંચી શકવાને કારણે તેમણે અસહજતાનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત તેમણે જેટલો પણ સંદેશો વાંચ્યો તેમાં પણ ખોટા અને અટકી અટકીને શબ્દો ઉચ્ચાર્યા હતા. ત્યારબાદ તેમણે પાસે ઊભેલા ક્લેક્ટર ભરત યાદવને આ સંદેશો વાંચવા માટે કહ્યુ હતુ. ત્યારબાદ ઈમરતી દેવી માઈક ક્લેક્ટરને પકડાવી બાજુમાં ઊભા રહી ગયા હતા.

ઈમરતી દેવી પ્રજાને ભાષણ ન આપી શક્યા હોવાનો વિવાદ વધતા તેમણે માફી માંગી હતી. માફી માંગતા તેમણે કહ્યું કે, હું છેલ્લા બે દિવસોથી બિમાર છું. પરંતુ બધુ જ બરાબર છે, કલેક્ટરે યોગ્ય રીતે મારૂ ભાષણ વાંચ્યુ હતુ.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments