કોંગ્રેસના આ 9 નેતાઓ કાગળના વાઘ સાબિત થયા, ભાજપ સામે પત્તાના મહેલની માફક ધ્વંસ થઈ ગયા

0
48

લોકસભા ચૂંટણી 2019માં વિપક્ષને જોરદાર ઝાટકો લાગ્યો છે. મોદી લહેરની આગળ મોટા મોટા દિગ્ગજો ધરાશાઈ થઈ ગયા છે. દેશના મોટા નામો ચૂંટણી હારી જાય તે ઘટના જ મોટી ગણવી રહી. જો કે મોદીની ત્સુનામીમાં કયા નેતાઓ ધબાયનમ: થયા તેના પર વાત કરીએ તો.

દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહ 10 વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા. ભોપાલમાં આ વખતે તેમની સામે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હતી. જે માલેગામ બોમ્બ બ્લાસ્ટની આરોપી છે. પણ ભાજપની રાષ્ટ્રવાદના નેરેટિવ અને દિગ્વિજયના 10 વર્ષના શાસન પર ઉઠેલા સવાલો થકી ભાજપે જીતનો રસ્તો ખોલી દીધો. સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજય સિંહને 3 લાખ 8 હજાર 529 વોટોથી કરારી હાર આપી દીધી.

શીલા દીક્ષિત

શીલા દીક્ષિત કોંગ્રેસની પ્રથમ પંક્તિની નેતા રહ્યા છે. દીક્ષિત હવે સત્તત ત્રણ ચૂંટણી હારી ચૂક્યા છે. કદાચ આ તેમના કરિયરની છેલ્લી ચૂંટણી હતી. લોકસભા ચૂંટણી જોતા તેમને દિલ્હી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમને દિલ્હી ભાજપના જ મનોજ તિવારીએ કરારી શિકસ્ત આપી છે. જેમને પૂરા સાડા ત્રણ લાખથી વધારે વોટોથી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા

ચાર વખત સાંસદ અને 10 વર્ષ હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા હરિયાણાની ડૂબતી સરકારને બચાવવા માટે સેનાપતિ બની સોનિપતથી લડ્યા હતા. સોનીપત તેમની પોતાની સીટ નહોતી. કોઈ બીજી સીટ પરથી લડવું એ તેમના માટે મુશ્કેલ હતું. જો કે બાદમાં હુડ્ડા પોતાની પાર્ટી અને ખુદની સીટને બચાવી ન શક્યા. સોનીપતથી રમેશ ચંદ્ર કૌશિકે તેમને 1 લાખ મતોથી હરાવ્યા.

હરીશ રાવત

ઉત્તરાખંડ કોંગ્રેસ પાર્ટીના મોખરાના નેતા. કુલ પાંચ સીટ હતી જેમાંથી તમામ સીટો ભાજપે જીતી લીધી. એટલે કે રાવત અને પાર્ટી બંન્નેનો રકાસ થયો. ઉદ્યમસિંહ નગર સીટથી અજય ભટ્ટે હરિશ રાવતને 3 લાખ વોટથી હરાવી દીધા.

અશોક ચ્વહાણ

અશોક ચ્વહાણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલ તેઓ કોંગ્રેસ પ્રદેશ કમિટિના અધ્યક્ષ પણ છે. 2014માં નાંદેડથી સાંસદ બન્યા હતા. પણ આ વખતે ભાજપના પ્રતાપરાવ પાટિલે તેમને 42 હજાર 826 વોટથી હરાવી દીધા.

સુશીલ કુમાર શિંદે

એક સમયે સુશીલ કુમાર શિંદેની ગણના દેશના પ્રભાવશાળી નેતાઓમાં થતી હતી. યુપીએ 2માં 2 વર્ષ સુધી તેઓ ગૃહમંત્રી રહ્યા હતા. આ પહેલા થોડા સમય માટે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ રહ્યા હતા. આ વખતે કોંગ્રેસની સોલાપૂર સીટથી તેઓ ચૂંટણી લડ્યા અને દોઢ લાખ મતથી હારી ગયા.

વીરપ્પા મોઈલી

વીરપ્પા મોઈલી કોંગ્રેસ તરફથી કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. યૂપીએ-2માં તેમનો પાર્ટિફોલિયો બદલતો રહ્યો. ઘણા મંત્રીપદ પણ સંભાળ્યા. આ વખતે પણ પોતાની પરંપરાગત સીટ ચિકબલ્લપૂરથી તેઓ લડી રહ્યા હતા. 2014માં પણ અહીંથી જ જીત્યા હતા. ત્યારે માર્જિન 9520 વોટનું હતું. પણ આ વખતે માર્જિન પૂરા 1 લાખ 82 હજાર 110 વોટનું રહ્યું. અને હારી ગયા.

નબામ તુકી

નાબામ તુકી અરૂણાચલ પ્રદેશથી છે. ભાજપે ત્યાંની બે લોકસભા સીટ પર કબ્જો મેળવ્યો. સાથે જ વિધાનસભાની ચૂંટણીમાં પણ આગળ આવ્યું છે. નાબામ તુકીને હરાવ્યા છે કિરન રિજ્જુએ. વોટનું અંતર પણ 1 લાખ 12 હજાર 658 રહ્યું.

મુકુલ સંગ્મા

મેઘાલયના 8 વર્ષ સુધી મુખીયા રહેલા મુકુલ સંગમાને આ વખતે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જેમને અગાથા સંગમાએ હરાવ્યા છે. અગાથા યૂપીએ 2નો હિસ્સો રહી ચૂક્યા છે. તેમને ગ્રામીણ વિકાસના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. એ વખતે તેઓ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here