કોંગ્રેસના જવાહર ચાવડાનું ધારાસભ્યપદેથી રાજીનામું, બપોરે 3.30 વાગે ભાજપમાં જોડાશે

0
4

અમદાવાદઃ લોકસભા ચૂંટણી જાહેર થવા આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ખેંચવા લાગ્યો છે. હાલ કોંગ્રેસના અલ્પેશ ઠાકોર સહિત 4થી 5 ધારાસભ્યોના ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોવાની અટકળો ચાલી છે. પરંતુ આજે અલ્પેશના બદલે ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે.બપોરે 3.30 વાગે કમલમ ખાતે જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. જવાહરને કેબિનેટમંત્રી પદ મળે એવી શક્યતા છે.

 

જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું સોંપ્યું હતું. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપે અલ્પેશનો વિકલ્પ શોધી લીધો છે. માણાવદર બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા પણ વર્ષો સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here