કોંગ્રેસના તમામ પ્રવક્તાઓનું ‘મૌન વ્રત’, TV ડિબેટમાં એક મહિના સુધી નહીં જાય

0
20

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી હવે કોંગ્રેસે તેમના પ્રવક્તાઓને એક મહિના સુધી ટીવી ડિબેટમાં ન જવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ વિશેની માહિતી આપી છે. સુરજેવાલાએ ગુરુવારે સવારે કરેલી ટ્વિટમાં લખ્યું છે કે, કોંગ્રેસે નિર્ણય લીધો છે કે, તેઓ તેમના પ્રવક્તાને એક મહિના સુધી કોઈ પણ ટીવી ડિબેટમાં નહીં મોકલે. દરેક મીડિયા ચેનલ્સ અને એડિટર્સને વિનંતી છે કે, કોંગ્રેસના કોઈ પણ નેતાને તેમના શોમાં સામેલ ન કરે.

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 542માંથી 52 સીટ જીતી છે. જ્યારે યુપીએને 96 સીટ મળી છે. કોંગ્રેસને વિપક્ષના નેતા બનવા માટે હજી 3 સીટની જરૂર છે. પરંપરા પ્રમાણે વિપક્ષના નેતાનું પદ સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાને મળી શકે છે. પરંતુ તે પક્ષની લોકસભામાં ઓછામાં ઓછી 10 ટકા સીટો એટલે કે 55 સીટો હોવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here