કોંગ્રેસના ધારાસભ્યએ 9 લાખની રેતી ચોરી, દંડ નહીં ભરે તો 2 વર્ષની કેદ થઈ શકે

0
121

અમદાવાદઃ કોંગ્રેસના ધંધુકા બેઠકના ધારાસભ્ય રાજેશ ગોહિલ સામે 9 લાખથી વધુની રેતી ચોરીની ફરિયાદ ખાણ ખનિજ વિભાગે નોટીસ આપી છે. જેમાં રેતીનું બિનઅધિકૃત રીતે ખાણકામ થયું હોવાનું સાબિત થયું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ખનિજ ખાતાની નોટીસ મુજબ, રાજેશ ગોહિલ પર 4 પીટમાં 2893 મેટ્રિક ટન રેતીનું બિનઅધિકૃત રીતે ખનન થયું હોવાનો ખુલાસો થયો છે. જેને પગલે ગુજરાત ખનિજ નિયમ 2017 હેઠળ આ કેસમાં સામેલ શખ્સોને બે વર્ષ સુધીની જેલ અથવા તો પાંચ લાખ રૂપિયા ભરપાઈ કરવાની જોગવાઈ છે. તેમજ નિયમ 24 અંતર્ગત સમાધાન શુલ્કની રકમ ભરપાઈ કરવાની ગુનો માંડવાળની પણ સત્તા છે.

નોટીસ પ્રમાણે જો આપના ગુના અંગે દંડનીય નિર્ણય કર્યા પહેલા આપને સુનાવણીની તક મળે તેમ ઈચ્છતા હોય તો 7 દિવસમાં કચેરીએ આવીને ખનિજ ચોરીનું કૃત્ય કોના કોના દ્વારા અને કેટલા સમયથી કરવામાં આવ્યું છે તે અંગેનો જવાબ તથા ખનિજ ચોરીનો ગુનો માંડવાળ કરવા માટે નિયમ 24 અંતર્ગત સમાધાનની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ દંડ પેટે પેનલ્ટી 6, 94,320 અને પર્યાવરણને નુકસાનીના વળતર પેટે 2,84,671 મળીને 9,78,991 રૂપિયા ભરવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here