Tuesday, September 28, 2021
Homeકોંગ્રેસના નેતાઓ મને શૌચાલયનો ચોકીદાર ગણાવી મારી મજાક ઉડાવે છે : પ્રધાનમંત્રી
Array

કોંગ્રેસના નેતાઓ મને શૌચાલયનો ચોકીદાર ગણાવી મારી મજાક ઉડાવે છે : પ્રધાનમંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં જનસભા સંબોધી કોંગ્રેસ અને એનસીપી પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે, કોંગ્રેસના નેતાઓ મને શૌચાલયનો ચોકીદાર ગણાવી મારી મજાક ઉડાવે છે. પરંતુ તેમને ખબર નથી કે, હું આદેશની મહિલાઓની લાજનો પણ ચોકીદાર છુ જેના પર મને ગર્વ છે.

દેશમાં આ ચોકીદાર ઈમાનદારીથી દિવસ રાત કામ કરી રહ્યો છે. પીએમ મોદીએ એર સ્ટ્રાઈક અંગે પુરાવા માગનાર વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, દુનિયાના તમામ દેશ ભારત સાથે ઉભા છે ત્યારે કોંગ્રેસ અમારી પાસે પુરાવા માગે છે. કોંગ્રેસના નેતાઓના નિવેદન બાદ તેમની પ્રશંસા પાકિસ્તાનમાં કરવામાં આવે છે. ત્યારે દેશની જનતાને નક્કી કરવાનુ છે તમારે કેવી સરકાર જોઈએ છે.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments