Tuesday, September 28, 2021
Homeકોંગ્રેસના બીજા 12 ઉમેદવારના નામ નક્કી, બિહારમાં બાહુબલી અનંત સિંહ અને પપ્પૂ...
Array

કોંગ્રેસના બીજા 12 ઉમેદવારના નામ નક્કી, બિહારમાં બાહુબલી અનંત સિંહ અને પપ્પૂ યાદવની પત્નીને ટિકિટ

પટનાઃ કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં બાહુબલી પપ્પૂ યાદવ અને અનંત સિંહની પત્નીઓનું નામ છે. બિહારની ચારમાંથી ત્રણ સીટો પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. સાસારામ થી પૂર્વ અધ્યક્ષ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર, સુપૈલથી વર્તમાન સાંસદ અને બાહુબલી પપ્પૂ યાદની પત્ની રંજીત રંજનને ટિકિટ આપવામાં આવી છે. મુંગેરથી નીલમ દેવી કોંગ્રેસના ઉમેદવાર હશે. નીલમ, પૂર્વ જેડીયુ ધારાસભ્ય અને બાહુબલી અનંત સિંહની પત્ની છે. જયારે સમસ્તીપુરથી ડો.અશોક કુમાર કોંગ્રેસના ઉમેદવાર હશે.

કોંગ્રેસે મહારાજંગજ સીટના તેના ઉમેદવારને 12 કલાકમાં બદલ્યો. મહારાજગંજથી કોંગ્રેસે સુપ્રિયા શ્રીનેતને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ અમરમણિની પુત્રી તનુશ્રીને ટિકિટ આપાવામાં આવી હતી. અમરમણિ, કવિયેત્રી મધુમિતા શુક્લા હત્યાકાંડમાં દોષી છે અને હાલ જેલમાં છે. જયારે તેમના ભાઈ ધારાસભ્ય અમનમણિ પર પણ પત્નીની હત્યા કરવાનો આરોપ છે. તે આ મામલામાં જેલમાં પણ જઈ ચૂક્યા છે. તનુશ્રીને કોંગ્રેસ કરતા પહેલા શિવપાલ યાદવની પાર્ટીમાંથી મહારાજગંજની ટિકિટ મળી હતી.

સીટ ઉમેદવાર 2014માં કોણ જીત્યું
સુપૈલ, બિહાર રંજીત રંજન કોંગ્રેસ
સમસ્તીપુર, બિહાર ડો.અશોક કુમાર લોજપા
મુંગેર, બિહાર નીલમ દેવી લોજપા
સાસારામ, બિહાર મીરા કુમાર ભાજપા
ક્યોઝર, ઓડિશા ફકીર મોહન નાઈક બીજદ
બાલસોર, ઓડિશા નવજ્યોત પટનાયક બીજદ
બદ્રક(એસસી), ઓડિશા મધુમિતા સેઠી બીજદ
ઢેંકાનાલ, ઓડિશા બ્રિગેડિયર કેપી સિંહદેવ બીજદ
કેન્દ્રપાડા, ઓડિશા ધરનીધર નાયક બીજદ
જગતસિંહપુર(એસસી), ઓડિશા પ્રતિમા મલિક બીજદ
પુરી, ઓડિશા સત્યપ્રકાશ નાયક બીજદ
મહારાજગંજ, ઉતરપ્રદેશ સુપ્રિયા શ્રીનાતે ભાજપા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments