કોંગ્રેસના ભરતસિંહ સોલંકી બાદ મૌલિન વૈષ્ણવ અને ચેતન રાવલ પણ ઝપટે આવી ગયા

0
4
સમગ્ર કોંગ્રેસમાં ચિંતા નું મોજું ફરી વળ્યું છે.
સમગ્ર કોંગ્રેસમાં ચિંતા નું મોજું ફરી વળ્યું છે.
  • અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ અને અન્ય નેતા મૌલિન વૈષ્ણવને કોરોના પોઝિટિવ

ગાંધીનગર. કોરોનાનો કહેર હવે કોંગ્રેસમાં ફેલાવા લાગ્યો છે. જેમાં ભરતસિંહ સોલંકી બાદ અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ અને અન્ય નેતા મૌલિન વૈષ્ણવને પણ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર કોંગ્રેસમાં ચિંતા નું મોજું ફરી વળ્યું છે.

ભરતસિંહ બાદ અન્ય કોંગીઓને કોરોના

કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પછી કોંગ્રેસના એક પછી એક નેતાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા લાગ્યો છે. કોંગ્રેસના મૌલિક વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

મૌલિક વૈષ્ણવનો પહેલો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરતસિંહ સોલંકી બાદ વધુ બે કોંગી નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

વૈષ્ણવનો પ્રથમ નેગેટિવ રહ્યો બીજો પોઝિટિવ આવ્યો

ભરતસિંહ સોલંકી બાદ મૌલિન વૈષ્ણવ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મૌલિન વૈષ્ણવનો પહેલો રિપોર્ટ નેગેટિવ અને બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દરમિયાન અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલને પણ કોરોના પોઝિટિવ થયો હોવાનું જાળવા મળ્યું છે.

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ કોરોનાને ચપેટમાં

તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં હારેલા કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેવામાં તેમના સંપર્કમાં આવેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓને કોરોના થવાની શક્યતા રહેલી છે. ભરતસિંહને મળનાર બીજા નેતાઓ કોરોનાની ચપેટમાં આવી શકે છે.