Sunday, November 28, 2021
Homeકોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી સામે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ કરવાની માંગ
Array

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી સામે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ કરવાની માંગ

વડોદરાઃ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ શોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરનાર અજાણ્યા વ્યક્તિ સામે સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના ઉપ પ્રમુખ તૃપ્તી ઝવેરીએ જણાવ્યું હતું કે, કેટલાક તત્વો દ્વારા પ્રિયંકા ગાંધીની શોશ્યલ મીડિયા પર અભદ્ર ટીપ્પણી શરૂ કરી દેવામાં આવી હતી. આ માત્ર પ્રિયંકા ગાંધી વિશે કરવામાં આવેલી અભદ્ર ટીપ્પણીની વાત નથી. પરંતુ, તમામ મહિલાઓ માટેની વાત છે. આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments