કોંગ્રેસના માજી ધારાસભ્ય કુંવરજી હળપતિ ભાજપમાં જોડાશે

0
93

સુરતઃ બારડોલી કોંગ્રેસના માજી ધારાસભ્ય કુંવરજી હળપતિ ભાજપ માં જોડાશે. જેથી દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે. કુંવરજી હળપતિએ ભાજપ સાથે હાથ મિલાવી લેતા સુરત જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપની મોટી સફલતા મલી છે. બારડોલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર પ્રભુત્વ ધરાવનાર કોંગ્રેસના માજી ધારાસભ્ય કુંવરજી હળતપતિ સુરત જિલ્લાના રાજકારણમાં એક અલગ જ ઓળખ ધરાવે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આજે કુંવરજી હળપતિ સુરત ભાજપ કાર્યલયે કેસરીયો ધારણ કરી વિધીવત ભાજપમાં જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here