Tuesday, September 21, 2021
Homeકોંગ્રેસના સસ્પેન્ડેડ MLA ભગવાન બારડની ગુજરાત હાઈકોર્ટમાં અરજી
Array

કોંગ્રેસના સસ્પેન્ડેડ MLA ભગવાન બારડની ગુજરાત હાઈકોર્ટમાં અરજી

ગાંધીનગર: તાલાલા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવા અને તાલાલા ચૂંટણીના નિર્ણયે પડકારતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમજ હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ પણ કરી છે.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા. કોંગ્રેસે સસ્પેન્શન પાછું ખેચવામાં નહીં આને તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સંયુક્તરીતે જણાવ્યું હતું કે, બાબુ બોખીરિયા, નારણ કાછડિયા સહિતના ભાજપના નેતાઓ સામે પગલા નથી લેવાયા અને જે કેસમાં 12 આરોપીઓ હતા તે પૈકી એક ભગા બારડ સામે જ કોર્ટે સજાનો સ્ટે આપ્યો હોવા છતાં પગલા લેવાતા સસ્પેન્શન પાછું ખેંચવું જોઇએ.

પૂર્વ પ્રદેશ પ્રમુખ મોઢવાડિયાએ કહ્યું હતું કે, સસ્પેશન પાછું ખેચવામાં અધ્યક્ષ વિલંબ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે તાલાલા બેઠકની પેટાચૂંટણી જાહેર ન કરવા કાયદાકીય તથ્યો ટાંકીને ચૂંટણી પંચને રજૂઆત કરી છે. આમછતાં પેટાચૂંટણી જાહેર કરાશે તો અમે કોર્ટમાં જઇશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments