કોંગ્રેસના હજુ 4 ધારાસભ્યોને તોડવા માટે ભાજપ મક્કમ, હવે પાટણ,બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ ટાર્ગેટ

0
75

ગાંધીનગર: આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને તોડી પેટાચૂંટણીમાં આ બેઠકો કબ્જે કરવા માટે ભાજપે રણનિતીનો અમલ શરૂ કરી દીધો છે. ભાજપે લોકસભાની ચૂંટણી સાથે પેટાચૂંટણી યોજાય એટલા માટે અને લોકસભામાં વોટીંગ પેટર્નનું ધ્રુવિકરણ થાય તેટલા માટે આ વ્યુહ અપનાવ્યો હોવાનું રાજકીય સુત્રોનું કહેવું છે. આગામી સમયમાં ઓછામાં ઓછા ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી શકયતા છે. હવે પછી પાટણ,બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ એમ ચાર જિલ્લાની બેઠકો પર મતોનું ધ્રુવિકરણ કરવા માટે ભાજપ ધારાસભ્યો તોડવા કમર કસી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here