કોંગ્રેસની પાસે નેતા નથી, ચોકલેટી ચહેરાના જોરે ચૂંટણી લડવા માગે છેઃ વિજયવર્ગીય

0
38

ઈન્દોરઃ ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ફિલ્મી સ્ટારને ઉમેદવાર બનાવવાની માગને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. વિજયવર્ગીયએ કહ્યું કે, “કોંગ્રેસની પાસે નેતા નથી, તેથી જ તેઓ ચોકલેટી ચેહરાને માધ્યમથી ચૂંટણીમાં ઉતરવા માગે છે. આ કોંગ્રેસની અંદર આત્મવિશ્વની ઉણપ દેખાડે છે. કોઈ કરીના કપૂરનું નામ ચલાવે છે, કોઈ સલમાનનું તો તેઓ હવે પ્રિયંકા ગાંધીને લાવ્યાં છે.”

ચોકલેટી શબ્દનો ઉપયોગ બોલીવુડ એકટર માટે હતો- વિજયવર્ગીય
  • વિજયવર્ગીયએ કહ્યું કે રાહુલના નેતૃત્વમાં પાર્ટીમાં આત્મવિશ્વાસ હોત તો પ્રિયંકાને ક્યારેય મહાસચિવ બનાવવામાં ન આવત. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ નેતા માગ કરી રહ્યાં છે કે કરીના કપૂરને ભોપાલથી લોકસભા ચૂંટણી લડાવવામાં આવે. કોઈ કહે છે કે સલમાનને ઈન્દોરથી ઉમેદવાર બનાવવામાં આવે, આ રીતે જ પ્રિયંકાને રાજકારણમાં લાવ્યાં છે.
  • જો કે બાદમાં તેઓએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી કે, ચોકલેટી શબ્દનો ઉપયોગ તેઓએ બોલીવુડ અભિનેતાઓ માટે કર્યો હતો. પ્રિયંકાને 23 જાન્યુઆરીએ કોંગ્રેસ મહાસચિવ બનાવવામાં આવ્યાં અને તેમને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વીય ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે.
  • વિજયવર્ગીયએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવા અંગે કહ્યું કે, હું જોઈ રહ્યો છું કે લોકો કહી રહ્યાં છે કે ભાજપે પશ્ચિમ બંગાળને મજબૂત બનાવવા માટે પ્રણવ દાને ભારત રત્ન આપ્યો. આવાં લોકો પ્રણવ દાનું અપમાન કરે છે. આ રાજકારણથી જોડીને ન જોવું જોઈએ. મોદી સરકારમાં રાષ્ટ્રીય સન્માન તેમને જ આપવામાં આવે છે જે તેમના હકદાર હોય છે.
પ્રિયંકા માત્ર સુંદર, આ ઉપરાંત તેમની પાસે કોઈ જ પ્રતિભા નથી- બિહારના મંત્રી
  • આ પહેલાં બિહાર સરકારમાં મંત્રી અને ભાજપના નેતા વિનોદ નારાયણ ઝાએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ઝાએ કહ્યું હતું, “પ્રિયંકા ગાંધી ઘણી જ સુંદર છે. આ સિવાય મને તેનામાં કોઈ જ પ્રતિભા દેખાતી નથી. કોંગ્રેસે પ્રિયંકાને સુંદર હોવાને કારણે જ રાજકારણમાં ઉતાર્યાં છે. પરંતુ ચૂંટણીમાં તેનો કોઈ જ ફાયદો નહીં મળે.”
  • ભાજપના નેતાએ કહ્યું હતું કે, “પ્રિયંકાની ઉંમર 42 વર્ષથી વધુ છે પરંતુ તેઓએ રાજકારણમાં કંઈ જ ઉકાળ્યું નથી. તે તો શીખાઉ છે. કોંગ્રેસે સમજવું જોઈએ કે સુંદર ચેહરા પર વોટ નથી મળતાં.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here