કોંગ્રેસની સાથે ગઠબંધન અંગે કેજરીવાલે કહ્યું- અમે તેમના વિના દિલ્હીની સાતેય બેઠકો જીતીશું

0
0

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોંગ્રેસની સાથે ગઠબંધન પર કહ્યું અમે તેમના વિના દિલ્હીની સાતેય બેઠકો જીતી રહ્યા છીએ. કેજરીવાલે મંગળવારે જણાવ્યું કે અમે કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વિના સાતેય બેઠકો જીતી રહ્યા છીએ. કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે અત્યાર સુધી લોકો ચૂંટણીમાં પીએમ બનવા માટે વોટ આપતા હતા પરંતુ આ વખતે લોકો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા દિલ્હીમાં મત આપશે. છેલ્લા 70 વર્ષોથી દિલ્હીના લોકો સાથે અન્યાય, શોષણ અને અપમાન થઇ રહ્યું છે. પાંચ વર્ષથી વડાપ્રધાન અને ભાજપે દિલ્હીવાસીઓને દગો આપ્યો છે.

કેજરીવાલે વધુમાં જણાવ્યું કે બાબા સાહેબે સંવિધાનમાં દરેકનો એક મત ગણાવ્યો હતો. પણ દિલ્હીનો અડધો મત છે. બાકીના લોકો પાસે પૂરો મતાધિકાર છે. દિલ્હીમાં મહિલાઓ અસુરક્ષિત છે. નશાની લત સેંકડોને લાગેલી છે. પોલીસ પણ લોકોને સાંભળતી નથી. કેજરીવાલે વધુમાં કહ્યું કે જો તેમની પાસે પોલીસતંત્રનો વહિવટ આવશે તો મહિલાઓ રાત્રે પણ 11 વાગે ખુલ્લી રીતે બહાર ફરી શકશે. નોંધનીય છે કે દિલ્હી પોલીસ ગૃહમંત્રાલય અને વડાપ્રધાનના સત્તાક્ષેત્રમાં આવે છે.

વધુમાં સીએમ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે દિલ્હીની જનતા દોઢ લાખ કરોડ જેટલો ટેક્સ કેન્દ્રને આપે છે. એના બદલામાં દિલ્હીને તેના વિકાસ માટે ફક્ત રૂ.325 કરોડનું ફંડ મળે છે.! દિલ્હીમાં કુલ 2 લાખ જેટલી નોકરીમાં ભરતી બાકી છે. પણ અમે તે કરી શકતા નથી. દિલ્હી પૂર્ણ રાજ્ય બનશે તો અમે દિલ્હીને નવો રોજગાર, શિક્ષણની વધુ સુવિધાઓ આપી શકીશું.

ઉલ્લેખનીય છે કે સીએમ કેજરીવાલ છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોંગ્રેસ સાથે આપ પાર્ટીનું ગઠબંધન થાય તે માટે અનેક રીતે પ્રયત્નશીલ હતા પણ છેવટે કોંગ્રેસના પીઢ નેતાઓએ અધ્યક્ષ રાહુલ ગાંધીને કોઇ પણ પક્ષ સાથે કોંગ્રેસનું ગઠબંધન કર્યા વિના સાતેય લોકસભા બેઠક પર કોંગ્રસને સ્વતંત્ર ઉભા રાખવાની સલાહ આપતા ગઠબંધનની વાત છેલ્લા સંજોગોમાં પડી ભાંગી.. આમ આપ પાર્ટીને પણ તેની ઇજ્જત બચાવવા અત્યારે દિલ્હીની સાતેય બેઠકો પર તેના ઉમેદવારોને ઉભા રાખવાની ફરજ પડી રહી છે. પરંતુ આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-આપનો ત્રિકોણીય મુકાબલામાં મોટે ભાગે ફાયદો ભાજપને થશે એવું રાજકીય પંડિતોને લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here