Thursday, May 19, 2022
Homeકોંગ્રેસને ઝટકો, આશા પટેલનું ધારાસભ્ય પદેથી રાજીનામું, રાહુલની ટીકા અને મોદીની પ્રશંસા...
Array

કોંગ્રેસને ઝટકો, આશા પટેલનું ધારાસભ્ય પદેથી રાજીનામું, રાહુલની ટીકા અને મોદીની પ્રશંસા કરી

- Advertisement -

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં નારાજગી વધવા લાગી છે. આજે ઉંઝા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસને મોકલેલા રાજીનામાંના પત્રમાં આશાબેને લખ્યું છે કે, રાહુલજીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે, જ્યારે વડાપ્રધાન મોદીએ સવર્ણોને 10 ટકા અનામત આપી છે ત્યારે કોંગ્રેસને નાતિ-જાતિને લડાવવામાં રસ છે.

કોંગ્રેસને નાતિ-જાતિ અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસઃ આશા પટેલ

રાહુલજીનું નેતૃત્વ નિષ્ફળ

કોંગ્રેસને મોકલેલા રાજીનામાંમાં આશા પટેલે લખ્યું કે, છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા છતાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલ સાધવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી. રાહુલજીનું નેતૃત્વ પણ નિષ્ફળ નિવડ્યું છે. પ્રજાના પ્રશ્નો પણ હલ કરી શકાતા નથી.

પાર્ટી તરફથી કોઈ સહકાર મળતો નથી

અમારા મતવિસ્તારમાં પ્રજાના પ્રશ્નો માટે  અમે સતત લડીએ છીએ અને ત્યારે પાર્ટી તરફથી કોઈ સહકાર મળતો નથી. જેના કારણે અમે અને પ્રજા હેરાન થઈએ છીએ. હાલ જ્યારે આપણા વડાપ્રધાને 10 ટકા સવર્ણ અનામત આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન નાતિ-જાતિ અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસ લે છે. આ સંજોગોમાં કોંગ્રેસમાં કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કામ કરવું મુશ્કેલ બન્યું છે. આથી હું કોંગ્રેસના તમામ હોદ્દા, સભ્યપદ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને પ્રજાના કામોમાં સહયોગ ન મળતો હોવાથી ચૂંટાયેલ સભ્ય તરીકે ચાલુ રહેવાનો મને કોઈ અધિકાર નથી.

કોણ છે આશા પટેલ

10 વર્ષથી રાજનીતિમાં સક્રિય આશા પટેલની 2012માં ઊંઝા બેઠક પર ભાજપ સામે હાર થઈ હતી. પરંતુ 2017માં નારાયણ લલ્લુ પટેલને હરાવીને જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, ઊંઝા બેઠકમાં વડાપ્રધાનનું ગામ વડનગર પણ આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular