કોંગ્રેસને બચાવવા કોના પગલે ચાલશે રાહુલ ગાંધી, ઇન્દિરા ગાંધી કે સોનિયા?

0
15

કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત બીજી લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ પાર્ટીના નેતૃત્વને લઇને ઘમાસાણ ચાલી રહ્યું છે. 25 મે યોજાયેલી સીડબલ્યૂસીની મીટિંગમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી, જેનો કમિટીના નેતાઓએ સ્વીકાર કરવાથી ઇનકાર કર્યો. રાહુલ ગાંધી ઇચ્છતા હતા કે ગાંધી પરિવારથી બહારની કોઇ વ્યક્તિ અધ્યક્ષ બને. એવામાં પાર્ટી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવી રાખવા માટે કેટલાય વિકલ્પો પર વિચાર કરી રહી છે.

હાલ નેહરૂ-ગાંધી પરિવારનો પાર્ટીના નેતૃત્વમાં સૌથી વધારે પ્રતિનિધિત્વ છે. રાહુલ ગાંધી અધ્યક્ષ, સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્લિયામેન્ટરી પાર્ટી ચીફ અન પ્રિયંકા ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની મહાસચિવ છે.

એક કાર્યકારી અધ્યક્ષ ?

ભારતની સૌથી જૂની પાર્ટી પહેલા પણ ઘણા સંકટનો સામનો કરી ચૂકી છે. એવામાં પાર્ટી પાસે આ સમસ્યાઓનો સામનો કરવા ઘણા રસ્તા છે. જેમાથી એક છે એક કાર્યકારી અધ્યક્ષનું પદ બનાવવું. તેથી પાર્ટીના અધ્યક્ષ સંગઠનાત્મક કામ પર વધારે ફોકસ કરી શકશે. રાહુલ ગાંધીના રાજીનામાને બદલે આમ કરવાથી પાર્ટીમાં સારો સંદેશો જશે. 1983માં દક્ષિણ ભારતમાં કોંગ્રેસની કારમી હાર બાદ ઇન્દિરા ગાંધીએ પણ કમલાપતિ ત્રિપાઠીને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. જેથી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને હારથી બચાવી શકાય. રાહુલ ગાંધીએ ઘણી પીસીસી (પ્રદેશ કોંગ્રેસ કમિટી) માં કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાર્ટી રોજિંદા કાર્ય માટે પ્રજીડિયમ પર પણ વિચાર કરી શકે છે. જેમા યુવા અને સીનિયર્સ મળી શકે છે. જોકે તેના માટે પાર્ટીના સંવિધાનમાં સંશોધનની જરૂર રહેશે. જે બાદ પાર્ટી અધ્યક્ષ પાસે બદલાવની તાકાત રહેશે. જો પાર્ટી રાહુલ ગાંધીનો વિકલ્પ નથી શોધી શકતી તો પાર્ટી પાસે આ અંતિમ વિકલ્પ રહેશે.

સોનિયા ગાંધી થયા હતા નારાજ

જો પાર્ટી રાહુલ ગાંધીને અધ્યક્ષ પદેથી રાજીનામુ આપતા રોકી શકે છે તો એ મોટી વાત બની રહેશે. 1999માં જ્યારે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં શરદ પવારે પડકાર આપ્યો હતો. ત્યારે સોનિયા ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદને છોડવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસ વર્કિંગ કમિટી અને પાર્ટી કાર્યકર્તાઓએ તેમને મનાવવાની ઘણી કોશિશ કરી હતી. જે બાદ સોનિયા ગાંધી પદ પર બની રહેવા રાજી થયા હતા. 2014માં હાર બાદ કોંગ્રેસ  વર્કિંગ કમિટીએ સોનિયા ગાંધીને પાર્ટીમાં યોગ્ય પરિવર્તનની મંજૂરી આપી હતી. હવે પાર્ટીનું કહેવું છે કે રાહુલ ગાંધી એવું પગલું ઉઠાવી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here