Tuesday, September 28, 2021
Home'કોંગ્રેસને હરાવવાનું કામ ખુદ કોંગ્રેસીઓ જ કરે છે ભાજપ નહીં', કોંગ્રેસના પૂર્વ...
Array

‘કોંગ્રેસને હરાવવાનું કામ ખુદ કોંગ્રેસીઓ જ કરે છે ભાજપ નહીં’, કોંગ્રેસના પૂર્વ સાંસદની પોસ્ટથી વિવાદ

વડોદરા: લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર શરૂ થઇ ગયો છે, ત્યારે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ સાંસદ અને યુવક કોંગ્રેસના માજી રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યજીત ગાયકવાડે સોશ્યલ મીડિયામાં ‘કોંગ્રેસને હરાવવાનુ કામ ખુદ કોંગ્રેસ જ કરે છે ભાજપ નહીં’ તેવી વિવાદી પોસ્ટ મૂકતા વિવાદ સર્જાયો છે. લોકસભાની ચૂંટણીમાં વડોદરા બેઠક માટે ભાજપના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી દીધી છે તો કોંગ્રેસના ઉમેદવાર બીજી એપ્રિલે ઉમેદવારી નોંધાવનાર છે.

સત્યજીત ગાયકવાડની પોસ્ટને ગંભીરતાથી લેવાઇ
1996ની ચૂંટણીમાં માત્ર 17 મતોની સરસાઇથી વડોદરાના સાંસદ બનેલા કોંગ્રેસના સત્યજીત ગાયકવાડે સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટથી કોંગી મોરચે હોબાળો મચી ગયો છે અને તેને ગંભીરતાથી લેવામા આવી હોવાનુ કોંગી સૂત્રોએ જણાવ્યું હતું.

ભૂતકાળમાં કોંગ્રેસમાં જૂથબંધી સામે આવી ચૂકી છે
મહત્વપૂર્ણ છે કે, ભૂતકાળમાં વડોદરા શહેર કોંગ્રેસમાં જૂથબંધીઓ સામે આવી ચૂકી છે. જેને પગલે સત્યજીત ગાયકવાડનું આ નિવેદન સૂચક માનવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments