કોંગ્રેસને VHPની ઓફર, મેનિફેસ્ટોમાં રામ મંદિરનો મુદ્દો સામેલ કરશે તો સમર્થન પર વિચાર કરીશું

0
25

નવી દિલ્હીઃ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલું નિવેદન કર્યું છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ જો લોકસભા ચૂંટણીના પોતાના ઢંઢેરામાં રામ મંદિરનો મુદ્દો સામેલ કરશે તો સમર્થન અંગે વિચાર થઈ શકે છે. VHP તરફથી આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મુદ્દો જાહેર સભાથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચર્ચામાં છે.

આલોક કુમારે કહ્યું કે, “રામ મંદિર માટે જેઓએ ખુલીને વાયદો કર્યો છે, જો કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં મંદિર બનાવશે તેવો મુદ્દો સામેલ કરશે તો તેમને સમર્થન આપવા અંગે વિચારી શકાય છે.” નવા વર્ષના પહેલાં અઠવાડીયામાં કોંગ્રેસ અધ્યક્ષે રામ મંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અયોધ્યા રામ મંદિરનો મુદ્દો હજુ કોર્ટમાં છે. સાથે જ તેઓએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં નોકરી અને ખેડૂતો સાથે જોડાયેલાં મુદ્દાઓ જ મહત્વના હશે.

મંદિર મુદ્દે ભાજપને VHPનો ઝટકો

VHP દ્વારા કોંગ્રેસને સમર્થન આપવાની વાત ભાજપ માટે તગડા ઝટકા સમાન છેઆ ઉપરાંત રામ મંદિરને લઈને પણ VHPનો વિશ્વાસ ભાજપ તરફથી ડગી રહ્યો છે.

આલોક કુમારે કહ્યું કે, “હવે અમને એવું લાગે છે કે સરકારની મજબૂરી શું છે તે તો અમે નથી જાણતા પરંતુ સંભવ છે કે આ સરકારના કાર્યકાળમાં કાયદો આવવાની શક્યતા નથીઅમે દેશની તમામ પરિસ્થિતિઓ સંતોની સામે રાખીશું અને પૂછીશું કે આગળ શું કરવું છેસંત જેવું માર્ગદર્શન આપશે આ અભિયાનને આગળ વધારીશુંલોકસભા ચૂંટણી પહેલાં મંદિર બનવાની કોઈ જ શક્યતા દેખાતી નથી.”

રામ મંદિર મુદ્દે કોંગ્રેસનું મંદ સમર્થન

રામ મંદિરને લઈને કોંગ્રેસ ધીમા અવાજે સમર્થન કરતા નજરે પડી રહ્યાં હોય તેવું લાગે છે. હાલમાં જ ઉત્તરાખંડના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કોંગ્રેસ સત્તામાં આવ્યાં બાદ જ થશે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે હાલમાં જ કહ્યું હતું કે- રામ મંદિર અયોધ્યામાં નહીં તો બને તો ક્યાં બનશે. જો કે તેઓએ એમ પણ કહ્યું કે અયોધ્યામાં મંદિર નહીં બને તેનો નિર્ણય કોર્ટમાં જ નક્કી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here