કોંગ્રેસનો આરોપ- જ્યારે દેશ શહીદોના મૃતદેહના ટૂકડાં ભેગા કરતા હતાં ત્યારે મોદી ચા-નાસ્તો કરતા હતા

0
24

નવી દિલ્હી: કોંગ્રેસે ગુરુવારે પુલાવામા હુમલા વિશે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, પુલવામા હુમલા સમયે વડાપ્રધાન મોદી જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં ડિસ્કવરી ચેનલના હેડ સાથે એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. શહીદોના અપમાનનું ઉદાહરણ મોદીએ જે રજૂ કર્યું છે તે સમગ્ર દુનિયામાં ન મળી શકે. જ્યારે દેશ શહીદોના મૃતદેહોના ટૂકડાં ભેગા કરી રહ્યાં હતા ત્યારે મોદી ચા-નાસ્તો કરી રહ્યાં હતા.

સુરજેવાલાએ જણાવ્યું કે, આખો દિવસ કોર્બટ પાર્કનું ભ્રમણ કર્યા પછી ગુરુવારે સાંજે પોણા સાત વાગે તેમનો કાફલો ધનીગઢી ગેટમાંથી નીકળ્યો હતો. આ દિવસે બપોરે 3.10 મિનિટ હુમલો થયો હતો. મોદીએ ત્યાં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જ્યારે ધનીગઢથી તેમનો કાફલો નીકળ્યો ત્યારે લોકોએ મોદી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. દેશ આપણા શહીદોના મૃતદેહ ગણી રહ્યા હતા અને મોદી તેમના નામની નારેબાજી કરાવી રહ્યાં હતા. સમગ્ર દેશના ચૂલા બંધ હતા અને વડાપ્રધાન મોદી સાંજે 7 વાગે ચા-નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા. આના કરતા વધારે અમાનવીય વ્યવહાર કોઈ વડાપ્રધાનનો ન હોઈ શકે.

વડાપ્રધાને રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ ન કરી: સુરજેવાલાએ એક ફોટો દર્શાવીને કહ્યું કે, પુલવામા એટેકના દિવસે તેમની સાંજની નૌકા વિહારનો ફોટો સ્થાનીક ન્યૂઝ પેપરમાં છપાયો છે. વધુ એક પીડાદાયક વાત એ પણ છે કે, પુલવા મા હુમલા પછી વડાપ્રધાને રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ નથી કરી. 16 ફેબ્રુઆરી 2019ના દિવસે પણ શહીદોના તાબૂત દિલ્હી એરપોર્ટ પહોંચ્યા ત્યારે પણ મોદી ઝાંસીથી એક કલાક મોડા પહોંચ્યા હતા. ઝાંસીથી પરત આવતા પહેલાં તેઓ તેમના ઘરે ગયા હતા અને ત્યારપછી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય સાક્ષી મહારાજ એક શહીદના કાર્યક્રમમાં હસતા જોવા મળ્યા હતા. જ્યારે સરકારના પર્યટન મંત્રીએ તો શહીદની ડેડબોડિ સાથે એક સેલ્ફી જ લઈ લીધી હતી. મોદીજી હવે બે દિવસના સાઉથ કોરિયાના પ્રવાસે જતા રહ્યાં છે. આ સંજોગોમાં જ્યારે આખો દેશ પુલવામા હુમલાની પીડામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે મોદીજી વિદેશ યાત્રા કરી રહ્યાં છે.

કોંગ્રેસે પૂછ્યાં પાંચ સવાલ

1. તમે તમારા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ગૃહમંત્રીની નિષ્ફળતા વિશેની જવાબદારી કેમ નથી સ્વીકારતા?
2. આતંકીઓને હજારો કિલોગ્રામ કાર્બાઈન અને લોન્ચર ક્યાંથી મળ્યા? વિસ્ફોટક લઈ જતી કારને સેનિટાઈઝ્ડ ઝોનમાં અંદર લઈ જવાની મંજૂરી કેવી રીતે મળી?
3. સરકારે જૈશ-એ-મોહમ્મદની ચેતવણીને નજર અંદાજ કેમ કરી?
4. સરકાર દ્વારા સીઆરપીએફના જવાનોને એરલિફ્ટ કરવાની અરજી કેમ નકારવામાં આવી?
5. સરકારના 56 મહિનામાં 588 જવાન શહીદ કેમ થયા? નોટબંધીના કારણે આતંકી હુમલાઓ બંધ કેમ ન થયા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here