Monday, September 27, 2021
Homeકોંગ્રેસનો આ ચૂંટણી ઢંઢેરો 2014નાં વાયદાઓથી કઇ રીતે છે અલગ, જાણો અહીં
Array

કોંગ્રેસનો આ ચૂંટણી ઢંઢેરો 2014નાં વાયદાઓથી કઇ રીતે છે અલગ, જાણો અહીં

લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ‘જન અવાજ’નાં નામથી રજૂ કરેલ ઢંઢેરામાં અનેક એવાં મોટા વાયદાઓ કોંગ્રેસે કર્યા છે. કોંગ્રેસે જે રીતે મોટા મોટા વાયદાઓ કર્યા છે તેનાંથી એવું લાગે છે કે આ વખતે આ વાયદો કદાચ ગેમચેન્જર બની શકે છે. તો આવો આપણે અહીં એક નજર નાખીશું 2014 અને 2019નાં કોંગ્રેસનાં આ વાયદાઓ પર…

5 વર્ષ પહેલાંની કોંગ્રેસ અને આજની આ કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરામાં શું છે તફાવતઃ

રોજગારઃ

2014: 10 કરોડ યુવાઓને પાંચ વર્ષમાં સ્કિલ ડેવલપમેન્ટને આધારે રોજગાર આપીશું.
2019: યુવાઓને 22 લાખ નોકરીઓ આપવામાં આવશે અને 31 માર્ચ 2020 સુધી આ તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ 10 લાખ યુવાઓને ગ્રામપંચાયતમાં નોકરી અપાશે.

ગરીબો માટેઃ

2014: તમામ ઘર વિનાનાં લોકોને ઇન્દિરા અને રાજીવ આવાસ યોજનાઓ અંતર્ગત ઘર આપવામાં આવશે. 20 વર્ષ સુધી એક મકાનમાં ભાડે રહેનાર તે ઘરનો માલિક બનશે. શહેરોમાં ઝૂંપડીઓની જગ્યાએ 2017 સુધી પાક્કાં મકાન આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો.

2019: સત્તામાં આવીશું તો ન્યાય યોજના લાગુ કરીશું. 5 કરોડ પરિવાર અથવા તો 25 કરોડ લોકોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપીશું. આ રકમ 12 હજાર રૂપિયા સુધીની મહીનાની આવકવાળાં ગરીબ પરિવારોને આપવામાં આવશે.

સ્વાસ્થ્ય સેવાઃ

2014: સ્વાસ્થ્યનાં અધિકારનો વાયદો. દૂર સુધીનાં ક્ષેત્રો સુધી મેડિકલ વાન પહોંચાડવી. જીડીપીનો 3 ટકા ફાયદો સ્વાસ્થ્ય મંત્રી સંબંધી યોજનાઓ પર ખર્ચ કરવામાં આવશે.

2019: ગરીબોને માટે ઉચ્ચસ્તરીય મેડિકલ સુવિધાની વ્યવસ્થા.

સ્વાસ્થ્યઃ

2014: 2020 સુધી સ્વાસ્થ્ય ક્ષેત્રોમાં 60 લાખ નવા રોજગારનાં અવસરો પેદા કરવાં.

2019: મનરેગામાં 150 દિવસોનાં રોજગારની ગેરંટી.

અર્થવ્યવસ્થાઃ

2014: એફડીઆઇથી ખેડૂતોને વધારે મૂલ્ય અપાવવું.

2019: કોંગ્રેસ વિનિર્માણ ક્ષેત્રમાં જીડીપીના 16 ટકાના વર્તમાન શેરને આગામી 5 વર્ષમાં 25 ટકા સુધી કરીને ભારતને વિશ્વનું નિર્માણ કેન્દ્ર કરવાનો વાયદો.

શિક્ષાઃ

2014: ઉચ્ચસ્તરીય શિક્ષા અને રમતની સુવિધાઓ આપવી. રાષ્ટ્રીય સ્તર પર યુવાઓની પ્રતિભાને ઓળખવી.

2019: શિક્ષા પર બજેટનાં 6 ટકા પૈસા ખર્ચ કરવામાં આવશે. કોંગ્રેસની સરકાર જો બનશે તો શિક્ષાની દિશા અને દશાને સુધારવા માટે 6 ટતા પૈસા ખર્ચ કરીશું.

ખેડૂતો માટે બજેટઃ

2014: ખેડૂતો માટે ઓછાં વ્યાજ પર ઋણની સુવિધા આપવી.

2019: ખેડૂતો માટે અલગથી બજેટ. બજેટથી ખેડૂતોને માલુમ થઇ શકે કે તેઓની માટે સરકાર શું પગલું ભરી રહી છે. આ સાથે જ ખેડૂતોનાં દેવું ન ચૂકવવા પરની સ્થિતિમાં જે ક્રિમિનલ ઓફિસ માનવામાં આવતી હતી, તેને ખતમ કરવામાં આવશે. હવે આને સિવિલ ઓફિસ માનવામાં આવશે.

અનામત બિલઃ

2014: મહિલાઓની સુરક્ષા, સમ્માન અને સમાનતાને માટે કામ કરશે. મહિલા અનામત બિલ પાસ કરાવવાની સાથે મહિલાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સિટિઝન ચાર્ટર લવાશે. સેલ્ફ હેલ્પ ગ્રુપ્સની સસ્તા વ્યાજ દર પર એક લાખ સુધીની લોન આપીશું.

2019: સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપીશું. 17મી લોકસભા પહેલાં જ સત્રમાં મહિલા અનામત બિલ પાસ કરાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments