Monday, October 25, 2021
Homeકોંગ્રેસનો કોઇ ધારાસભ્ય ભાજપમાં નહીં જાય, જશે તો સૌથી મોટી ભૂલ હશે...
Array

કોંગ્રેસનો કોઇ ધારાસભ્ય ભાજપમાં નહીં જાય, જશે તો સૌથી મોટી ભૂલ હશે અને પછતાશેઃ અહમદ પટેલ

વડોદરાઃ કરજણ નજીક પીંગલવાડા ગામમાં કથાકાર મોરારી બાપુના હસ્તે ગૌ-શાળાનું ઉદ્ઘાટન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા કોંગ્રેસ અગ્રણી અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જાય છે, તે તદ્દન ખોટી વાત છે. અમારા ધારાસભ્યો પર અમને પુરેપુરો વિશ્વાસ છે. હું પણ તેમના સંપર્કમાં છું. આદર્શ અને વૈચારીક રીતે તેઓ કોંગ્રેસ સાથે કમિટેડ છે. હું નથી માનતો કે, ભાજપ ગમે તેટલી લાલચ આપે તો પણ તેઓ કોંગ્રેસ છોડીને નહીં જાય. મને અલ્પેશભાઇ પર પુરો ભરોસો છે. તેઓ ક્યારેય કોંગ્રેસ નહીં છોડે અને જો કોઇ છોડીને જાય તો, એ તેમની મોટામાં મોટી ભૂલ ગણાશે. અને ત્યાં ગયા પછી પછતાશે. જે લોકો ગયા છે, તેમની તો સલાહ લઇ લે કે, તેમની શું હાલત છે.

 

માત્ર ભાષણો કરવાથી કંઇ થતુ નથી

સરકાર ફાઇલ ચોરીની તપાસની ના પાડે તે શરમજનક
રાફેલની ચોરી મામલે અહમદ પટેલે જણાવ્યું હતું કે, આ ગંભીર મામલો છે. સુપ્રીમ કોર્ટે તેની પણ ટીકા ટીપ્પણી કરી છે. સરકાર કહે છે કે, કોઇ ફાઇલ ચોરી થઇ ગઇ છે, જેની સામે તપાસ ન થવી જોઇએ. હું માનુ છુ કે, આનાથી મોટી શરમની વાત બીજી કઇ હોઇ શકે.
અમારા લોકો ભાજપની વાતોમાં ફસાવવાના નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જાય છે, તેવો ભારતીય જનતા પાર્ટી હાઉ ઉભો કરી કરી છે, કારણ એ તેમની જૂની આદત છે. તેમની પાસે પૈસા ખુબ જ છે તેમની પાસે પદો પણ છે. પરંતુ અમારા લોકો તેમનામાં ફસાવવાના નથી, તે હું જાણુ છું.
ભાષણો આપીને કમજોરી છુપાવે છે
આતંકવાદ મુદ્દે અહમદ પટેલે જણાવ્યું હતું કે, માત્ર ભાષણો કરવાથી કંઇ થતુ નથી. આપણી લડાઇ આતંકવાદ સામે છે. ભાજપની આ સરકાર કમજોર છે અને ભાષણો આપીને પોતાની નિષ્ફળતાઓ છુપાવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments