કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયાએ ફરિયાદ કરવા પહોંચેલી મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું,

0
46

મૈસૂર: કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસના સીનિયર નેતા સિદ્ધારમૈયા ફરી એક વખત વિવાદોમાં ફસાયા છે. સિદ્ધારમૈયા પર કર્ણાટકની એક મહિલા સાથે અભદ્ર વર્તન કરવાનું અને જાહેરમાં તેને ધમકાવવાની ઘટના સામે આવી છે. આ વિવાદ પછી ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સિદ્ધારમૈયાને સસ્પેન્ડ કરવાની માગણી પણ કરી છે.

શું છે સમગ્ર ઘટના?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમીલા નામની એક મહિલા મૈસૂરમાં પૂર્વ સીએમની પાસે ફરિયાદ લઈને પહોંચી હતી. જમીલા સિદ્ધારમૈયા અને તેમના અમુક અધિકારીઓને ફરિયાદ કરી રહી હતી. પરંતુ જમીલાએ વાત શરૂ કરતાં જ સિદ્ધારમૈયા ભડકી ગયા હતા અને મહિલા પાસેથી એનું માઈક છીનવી લીધું હતું. આ દરમિયાન સિદ્ધારમૈયાએ મહિલા સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું અને તેના પર બૂમો પાડીને તેને બેસી જવા પણ કહ્યું હતું. મૈસૂરમાં થયેલી આ ઘટના મીડિયાકર્મીના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી વાયરલ થઈ ગઈ છે.

ભાજપે કોંગ્રેસને કાર્યવાહી કરવાની માંગણી કરી

ઘટના પછી ભાજપના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષને સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તે સિવાય ભાજપે આ બહાને કોંગ્રસેના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સામે પણ આકરા પ્રહારો કર્યા છે. નોંધનીય છે કે, સિદ્ધારમૈયા હાલમાં કર્ણાટકમાં પ્રતિપક્ષના નેતા છે અને તેઓ એચડી કુમારસ્વામી પહેલાં આ રાજ્યના સીએમ પણ રહી ચૂક્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here