કોંગ્રેસી MLA ધવલસિંહ ઝાલાનો ભાજપના નેતા સાથે ફોટો વાયરલ થતાં રાજકારણ ગરમાયું

0
42

ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના બાગી નેતાના ફોટા ભાજપના નેતા સાથે વાયરલ થયા છે. અલ્પેશ ઠાકોર બાદ હવે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો ફોટો વાયરલ થયો છે.

ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ધવલસિંહ ઝાલાનો ફોટો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ ભાજપ નેતાના પુત્રના લગ્નમાં ધવલસિંહ ઝાલાએ હાજરી આપી હતી.. જેનો ફોટો ધવલસિંહ ઝાલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ ફોટો વાયરલ થતા કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે સંબંધ બનાવવાના મૂડમાં હોય તેવુ લાગી રહ્યુ છે.

કોંગ્રેસ પર લગાવ્યા આક્ષેપ
અમિત ચાવડાના અરવલ્લી પ્રવાસને લઇ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મારી બાદબાકી કરવામાં આવી રહી છે. મને કોઇપણ કાર્યક્રમની જાણ નથી કરવામાં આવતી. આ ઉપરાંત ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ફરિયાદ ઉચ્ચકક્ષાએ કરીશ.

કોંગ્રેસને ચીમકી
તો આ સાથે પોતાની વાત કરતા ધવલસિંહે કહ્યું હતું કે, પાર્ટી અમારી વિરુધ્ધના પુરાવા આપે, જે મતદારોએ અમને ચુંટયા છે તેમનો વિશ્વાસ અમે નહીં તુટવા દઈએ અને કોંગ્રેસને ચીમકી આપતા ધવલસિંહે કહ્યું કે, મારી નારાજગીનું પરિણામ કોંગ્રેસ પાર્ટીએ ભોગવવું પડશે. ત્યારે હવે આ મામલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here