Sunday, September 19, 2021
Homeકોંગ્રેસે અપનાવ્યું અબ કી બાર કોંગ્રેસ સરકાર, અમદાવાદ પશ્ચિમના પ્રચારમાં વાઈબ્રન્ટની જીપ
Array

કોંગ્રેસે અપનાવ્યું અબ કી બાર કોંગ્રેસ સરકાર, અમદાવાદ પશ્ચિમના પ્રચારમાં વાઈબ્રન્ટની જીપ

અમદાવાદ: અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમાર પ્રચાર આરંભ્યો છે. આજે તેઓ ઉમેદવારી નોંધાવે તે પહેલા રોડ શો કરવાના છે જેના માટે લીધેલી જીપ પર વાઈબ્રન્ટ ગુજરાત અમદાવાદ લખેલું છે. તો 2014માં ભાજપે અપનાવેલા સૂત્ર અબ કી બાર મોદી સરકારને ઉપાડીને અબ કી બાર કોંગ્રેસ કી સરકારનું રાહુલ સોનિયા અને પ્રિયંકા ગાંધીની સાથે રાજુ પરમારની તસવીરોવાળું પોસ્ટર લગાવ્યું છે.

ભાજપના ડો. કિરીટ પટેલ સામે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી નોંધાવવાના છે. ઉમેદવારી પહેલા રોડ શો યોજવા માટે એક જીપ ભાડે લીધી છે. ભાડે લીધેલી જીપ પર વાઈબ્રન્ટ ગુજરાત અમદાવાદ નું સ્ટિકર લાગેલું છે. કોંગ્રેસના લોકોને તેને દૂર કરવાનું લોકોને સૂઝતું નથી કે અમદાવાદસીટ હોવાથી સ્ટિકર ચિપકાવી રાખ્યું છે એ સવાલ છે.

રાજુ પરમાર રોડ શો બાદ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. કોંગ્રેસે ફોર્મ ભરવાની સાથે જ પ્રચાર આરંભી દીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments